મોરબી: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ, 17 સપ્ટેમ્બર નિમિત્તે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાન અંતર્ગત મોરબી ખાતે વિશેષ યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં દેશમાં વધી રહેલી મેદસ્વિતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જેના અનુસંધાને આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આ 30-દિવસીય વિશેષ યોગ કેમ્પ મોરબીના ગાયત્રી ચેતના કેન્દ્ર, નવા હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ ખાતે 17 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર 2025 દરમિયાન દરરોજ સવારે 6:30 થી 8:00 વાગ્યા સુધી યોજાશે.
આ કેમ્પમાં સહભાગીઓને યોગ, પ્રાણાયામ અને યોગ્ય આહાર દ્વારા મેદસ્વિતાને દૂર કરવા માટે માર્ગદર્શન આપવામાં આવશે. વધુ વજન અને ચરબી ધરાવતા લોકો શરીર અને મનનું સ્વાસ્થ્ય સુધારવા માટે નીચે આપેલી લિંક દ્વારા અથવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર મિત્રોના માધ્યમથી નોંધણી કરાવી શકશે.
નોંધણી લિંક: https://forms.gle/JpEzUTWATiWsMP6y6
આ કેમ્પ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડની મોરબી જિલ્લાની પ્રવૃત્તિઓ અંગે વધુ માહિતી માટે, જિલ્લા કોઓર્ડિનેટર દેવાંશ્રીબેન પરમારનો મો. 9033643781 પર સંપર્ક કરી શકાશે, તેમ ઝોન કોઓર્ડિનેટર શ્રીમતી વંદનાબેન રાજાણી દ્વારા જણાવવામાં આવ્યું છે.