Monday - Apr 27, 2026

ગૌસેવા માટે અનોખો સંકલ્પ: લજાઈમાં 'કામધેનુ વિસામો ટ્રસ્ટ' દ્વારા ભવ્ય નાટક યોજાશે.

ગૌસેવા માટે અનોખો સંકલ્પ: લજાઈમાં 'કામધેનુ વિસામો ટ્રસ્ટ' દ્વારા ભવ્ય નાટક યોજાશે.

​ટંકારા, મોરબી: આગામી ૨૪ સપ્ટેમ્બરના રોજ લજાઈ ગામ ખાતે ગૌસેવા કામધેનુ વિસામો ટ્રસ્ટ દ્વારા ગૌસેવા અને ગાયોના સન્માનનો એક ખાસ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગાયોને કતલખાને જતી અટકાવવાનો છે અને "અમારી ગાય કતલખાને કદી ન જાય" એવા સંકલ્પને સાકાર કરવાનો છે.

​આ નાટક નિરાધાર અને અપંગ ગાયોને લાભાર્થે લજાઈ ગામ ગૌશાળા મંડપ દ્વારા યોજવામાં આવે છે આ પ્રસંગે સોહમદત બાપુ ના માર્ગદર્શન દ્વારા એક ઐતિહાસિક નાટક, ગૌ આશિષ અને હાસ્ય રસથી ભરપૂર કોમિક પણ રજૂ કરવામાં આવશે.

​આ ભવ્ય નાટકનું આયોજન સોહમદત બાપુ અને સમસ્ત લજાઈ ગામ દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 24 સપ્ટેમ્બરની રાત્રે ૯:૩૦ કલાકે લજાઈ ગામમાં ગાયોના ગોંદરે યોજાશે.

ગૌસેવા માટે અનોખો સંકલ્પ: લજાઈમાં 'કામધેનુ વિસામો ટ્રસ્ટ' દ્વારા ભવ્ય નાટક યોજાશે.