Saturday - May 18, 2024

વર્ષો પછી પણ ગામમાં સિંચાઇની કમીથી ગ્રામજનો કુવા અને બોરના આશરે ટંકારાના ગજડી ગામે આરોગ્ય કેન્દ્રના અભાવે 1200ને છેક ટંકારા સુધી દોડાદોડી

વર્ષો પછી પણ ગામમાં સિંચાઇની કમીથી ગ્રામજનો કુવા અને બોરના આશરે

ટંકારાના ગજડી ગામે આરોગ્ય કેન્દ્રના અભાવે 1200ને છેક ટંકારા સુધી દોડાદોડી

ટંકારાના ગજડી ગામની ગંભીર પરિસ્થિતિ સામે આવી છે. સરકારે આઝાદી બાદ ઘણી કૃષિ લક્ષી અને ગ્રામલક્ષી તેમજ ગામડાઓ ન ભાંગે તે માટે ગોકુળિયું ગામ સહીતની અનેક યોજના અમલમાં મૂકી હતી અને હજુ નવી નવી યોજનાઓ ચાલુ જ છે. પણ દુઃખની વાત એ છે કે ગામડામાં રહેતા માણસ પાસે ઘરનું ગુજરાન ચલાવવા માટે આખો દિવસ ખેતીની કાળી મજૂરી કરવી પડતી હોય ત્યારે આવી યોજનાઓનું એને ક્યાંથી ભાન હોય. કદાચ ખબર પડે તો અવાજ દબાવી દેવામાં આવતો હોય અને હમેશા અમુક સતાધારી પક્ષો જ કુંડલીમાં ગોળ ભાંગી લેતા હોય ગામનો વિકાસ જ થતો નથી. એવું જ ટંકારાના ગજડી ગામે થયું છે કારણ કે, ગજડી ગામે આરોગ્ય કેન્દ્ર અને સિંચાઇની કમીથી ખેતી અને આરોગ્ય કથળી રહ્યું છે.

ટંકારાના ગજડી ગામે 1200ની વસ્તી હોય એ વસ્તીનો મુખ્ય વ્યવસાય ખેતી હોય પણ ખાટલે મોટી ખોટ એ છે કે ગામમાં સિંચાઇની સુવિધા જ નથી.એટલે વરસાદ આધારિત જ ખેતી છે. વરસાદ સારો થાય તો ગામલોકો હરખાઈ ઉઠે નહિતર ઠન ઠન ગોપાલ જેવી સ્થિતિ છે. જો કે હવે  ખેડૂતોએ સિંચાઇની જાતે જ વ્યવસ્થા કરી છે. જેમાં ખેતીવાડીમાં કુવા, બોર હોય છતાં સીઝનના ત્રણે ત્રણ પાક લઈ શકતા નથી. એટલે વર્ષમાં એક બે પાક લઈ શકે છે. જ્યારે બીજી ગંભીર પરિસ્થિતિ એ છે કે ગામા નાનું સરખું દવાખાનું જ નથી. આરોગ્ય કેન્દ્ર ન હોવાથી ગામ લોકોને માંદા પડવું મોંઘુ પડે એમ છે. કારણ કે કચરાના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી. જાતે જ કચરાનો નિકાલ કરવો પડે છે. જો કે કદાચ કચરાના ગંજ થાય તો ગામમાં રોગચાળો વકરે ત્યારે દવાખાનું ન હોવાથી ગામલોકો મોટી મુસીબતોમાં મુકાય જાય એમ છે. જ્યારે ગામમાં પીવાના પાણીનું કોઈ દુઃખ નથી. રોડ રસ્તા 60 ટકા, ભૂગર્ભ ગટરનું પણ 60 ટકા કામ થયું છે.ગામમાં ચેકડેમ, તળાવ હોય અને ગામનો મુખ્ય રસ્તો ગજડીથી પીઠડ જવાનો રસ્તો પાકો હોય એની કોઈ સમસ્યા નથી.