Saturday - May 18, 2024

પીવાના પાણી અને સિંચાઇની ભરપૂર સુવિધાથી ખેતી એકદમ હરિયાળી ટંકારાના રાજાવડ ગામે આરોગ્ય કેન્દ્રના અભાવે 1200ની વસ્તીને 3 કિમીના ધક્કા

પીવાના પાણી અને સિંચાઇની ભરપૂર સુવિધાથી ખેતી એકદમ હરિયાળી

ટંકારાના રાજાવડ ગામે આરોગ્ય કેન્દ્રના અભાવે 1200ની વસ્તીને 3 કિમીના ધક્કા

ટંકારાના રાજાવડ ગામ વર્ષો જૂનું હોવા છતાં બધી જ સુવિધા પૂરતી મળી નથી. પાણી, લાઈટ, ગટર સહિતની મૂળભૂત સુવિધાઓને બાદ કરતાં કચરાના નિકાલની કોઈ   વ્યવસ્થા જ નથી. એટલે કદાચ કચરાના ગંજથી રોગચાળો વકરે તો તાત્કાલિક આરોગ્યની સુવિધા મળે તે બાબત આઝાદીના આટલા વર્ષેય પણ શક્ય બની નથી. કારણ કે ગામમાં આરોગ્ય કેન્દ્ર જ ન હોવાથી ગામલોકોને તેમના ગામથી 3 કિમિ દૂર આવેલા ટંકારાના લખધીરગઢ ગામના આરોગ્ય કેન્દ્રમાં ધક્કા ખાવા પડે છે. તેમાંય ઇમરજન્સી વખતે દર્દીઓનો જીવ તાળવે ચોંટી જાય છે.

ટંકારાના રાજાવડ ગામમાં મહત્વની આરોગ્ય અને કચરા નિકાલની સુવિધાના અભાવ વચ્ચે મૂળભૂત સુવિધાઓની ઉપલબ્ધિનું  થોડું ઉજળું ચિત્ર છે. વર્ષો પુરાણા આ ગામમાં આજે ગામની અંદરના રસ્તા એકદમ પાકા અને પીવાના પાણીના ક્યાય પણ સાસા સર્જાયા નથી.ઉપરાંત સિંચાઇની સુવિધાઓ સાથે કુવા ને બોરથી 1200ની વસ્તી સીઝનના પાક લઈ તેમજ પશુપાલન ઉપર નિભાવ કરીને આનંદથી જીવે છે.આ ગામના રોડ રસ્તા, પાણી, ગટર, લાઈટની 100 ટકા સારી સુવિધાની સાથે 1થી 8ની પ્રાથમિક શાળા, સહિતની ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે.જો કે કચરાનું વાહન ફાળવેલું ન હોય અને ઉપરથી આરોગ્ય કેન્દ્ર પણ ન હોવાથી રોગચાળો વકરે કે ઇમરજન્સી આવે ત્યારે દર્દીઓની સલામતી રામભરોસે થઈ જાય છે. હવે 1200ની વસ્તી હોય અને ગામ વિકસિત થતુ હોય ત્યારે ઉપરની બાકી રહેલી સુવિધાઓ પણ તંત્ર પુરી પાડે તેવી ગામલોકોએ ઈચ્છા વ્યક્ત કરી છે.