મોરબી : વરસાદની આગાહી વચ્ચે મોરબી જિલ્લામાં આજે ફરી માવઠાની પરિસ્થિતિ સર્જાઈ હોય એમ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘનઘોર બની ગયું છે. મોરબી જિલ્લામાં ક્યાંક માવઠું અને ક્યાંક પવનની આંધી ઉઠી છે. આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. મોરબી શહેર અને અમુક ગ્રામ્ય તેમજ જિલ્લાના અમુક વિસ્તારોમાં પણ પવનની આંધી સાથે વરસાદ શરૂ થયાના એંધાણ આવ્યા છે. વીજળીના કડાકા ભડાકા વચ્ચે વરસાદ આવતા જનજીવન ફરી પ્રભાવિત થયું છે.