ટંકારા : ટંકારા તાલુકાના સજ્જનપર ગામે શેરીમાં બાઈક ધીમું ચલાવવા મામલે બે પરિવારો મારપીટ ઉપર ઉતરી આવ્યા હતા. બન્ને પરિવારો એકબીજા ઉપર તૂટી પડી મારામારી કરીને એકબીજા સામે હુમલાની ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ટંકારાના સજન્નપર ગામે રહેતા દિલીપભાઈ અમરશીભાઈ જાદવે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો દીકરો દીપ બાઈક લઈને નીકળતા આરોપી વિપુલ પ્રવીણભાઈ જાદવ, ભગો પ્રવીણભાઈ જાદવ અને સુનિતાબેન પ્રવીણભાઈ જાદવે શેરીમાંથી બાઈક લઈને નીકળતો નહિ કરી માર મારી ફરિયાદીને ઘેર આવી જાનથી મારી નાખવા ધમકી આપી છે. સામાપક્ષે વિપુલભાઈ પ્રવીણભાઈ જાદવે આરોપી ઉષાબેન દિલીપભાઈ જાદવ, ઉષાબેનના સાસુ શાંતાબેન અને દિલીપભાઈ અમરશીભાઈ જાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીના પુત્ર દીપને બાઈક ધીમું ચલાવવા કહેતા ઉષાબેને ફરિયાદીને ઝાપટ મારી બીજાઓને પણ ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.