Monday - Jul 06, 2026

મોરબીના રંગપર ગામે વીજળી ત્રાટકતા ખેતરે કામ કરતા ખેત શ્રમિકનું મોત મોરબી નજીક હાર્ટ એટેક વૃદ્ધનું મોત, તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત

મોરબીના રંગપર ગામે વીજળી ત્રાટકતા ખેતરે કામ કરતા ખેત શ્રમિકનું મોત

મોરબી નજીક હાર્ટ એટેક વૃદ્ધનું મોત, તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે અચાનક હવામાનમાં બદલાવ આવ્યા બાદ કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. જેથી મોરબીના રંગપર ગામે વીજળી ત્રાટકતા ખેતરે કામ કરતા ખેતશ્રમિકનું મોત નીપજ્યું હતું. અન્ય અપમૃત્યુના બનાવમાં મોરબી નજીક હાર્ટ એટેક વૃદ્ધનું મોત તેમજ તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત થયું હતું.

મોરબીના રંગપર ગામની કરાર તરીકે ઓળખાતી સીમમાં હરજીવનભાઈ પટેલની વાડીએ કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની ઈશ્વરભાઈ કનુભાઈ ખરાડીયા ઉ.19 નામના યુવાન ઉપર વીજળી પડતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ નવા જાંબુડિયા ગામે હરદેવસિંહ નિતુભા જાડેજાની વાડી નજીક આવેલ તળાવમાં ડૂબી જતાં અંદાજે 40થી 45 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી અજાણ્યા યુવાનની ઓળખ અને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે રહેતા અને મૂળ પડધરી તાલુકાના હડમતીયા ગામના વતની નાથુભાઈ રવજીભાઈ મછોયા ઉ.70 નામના વૃદ્ધને હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.