Monday - Jul 06, 2026

મોરબીમાં સ્પાની આડમાં ચાલતા અનૈતિક દેહ વ્યાપારનો પર્દાફાશ

મોરબીમાં સ્પાની આડમાં  ચાલતા  અનૈતિક દેહ વ્યાપારનો પર્દાફાશ

 સીરામીક નગરી મોરબીમાં ઘણી જગ્યાએ બિલાડાના ટોપની જેમ ફૂટી નીકળેલા મસાજ પાર્લર એટલે સ્પામાં મસાજના નામે અનૈતિક દેહ વ્યાપાર ચાલતો હોવાની વ્યાપક ફરિયાદ મળતા આજે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કવોર્ડ ડમી ગ્રાહકને મોકલી મોરબીના પંચાસર રોડ ઉપર સ્પામાં દરોડા પાડતા એક યુવતી નિવસ્ત્ર હાલતમાં મળી આવતા પોલીસની તપાસમાં હકીકતમાં ચાર યુવતીઓની મદદથી ગ્રાહકો પાસેથી નાણા લઈ શરીર સુખની સગવડો પુરી પાડતી હોવાથી હકીકતમાં આ સ્પા મસાજ પાર્લર નહિ પણ અનૈતિક ધામ એટલે દેહ વ્યાપારનું કેન્દ્ર હોવાનો ભાડાફોડ થયો હતો. આથી પોલીસે હાલ સ્પાના સંચાલક અને નોકરિયાતને ઝડપી લીધા હતા.

મોરબીમાં અનેક જગ્યાએ ધમધમતા સ્પામાં મસાજ નહિ પણ ગોરખધંધા જ ધમધમતા હોય એની વચ્ચે મોરબી શહેરના પંચાસર રોડ ઉપર આવેલ આનંદા સ્પામાં મસાજના નામે રૂપલલનાઓની મદદથી દેહ વ્યાપાર જેવી સામાજિક અનૈતિક બદી ધમધમતી હોવાની ફરિયાદ મળતા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કવોર્ડ ડમી ગ્રાહકને મોકલી આ સ્પા ઉપર ત્રાટક્યું હતું અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કવોર્ડના દરોડા દરમિયાન એક યુવતી એકદમ નિવસ્ત્ર હાલતમાં મળી આવતા તેમજ આ ચાર યુવતીની મદદથી સ્પાના સંચાલકો નાણા લઈને ગ્રાહકોને શરીર સુખની સગવડો પુરી પાડી કુટણખાનું ચલાવતા હોવાનો પર્દાફાશ થયો હતો. આ સ્પે પોલીસની ટીમની પૂછપરછ દરમિયાન ચાર બહાર રાજ્યોની યુવતીઓ તેમજ સ્પાના સંચાલક ધર્મન્દ્ર કેશવજીભાઈ કાવર અને તેનો નોકરિયાત રાહુલ બારૈયાએ ગ્રાહકો પાસેથી રૂ. 500 લઈને આ ચાર યુવતીઓ પાસે દેહ વ્યાપાર ચલાવતા હતા. સંચાલક નાણાં લઈ ગ્રાહકોની શરીર સુખ સગવડો પુરી પાડતો અને નોકરિયાત ગ્રાહકોને કોન્ડમ, બેડ તેમજ સ્પાની સાફ સફાઈ અને દેખરેખ રાખતો હોવાની કબૂલાત આપી છે. પોલીસે તમામના મોબાઈલ ચેક કરીને ગ્રાહકો અને આ અનૈતિકધામના ફોનમાં ચાલતા નેટવર્કની કડીઓ મેળવી હતી. તેમજ હાલ સંચાલક અને નોકરિયાતને બે મોબાઈલ 10 હજાર રોકડા સાથે ઝડપી એ ડિવિઝનમાં દેહ વ્યાપાર ચલાવવા બદલ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.