સ્વ. કેશવલાલ વનમાળીભાઈ ભટ્ટના પરિવાર તરફથી યજ્ઞની વ્યવસ્થા
મોરબી : મોરબી નજીક આવેલા વનાળીયા શારદાનગર ગામે શરદપૂનમના પવિત્ર દિવસે હિંગળાજ માતાજીના મંદિરે ઓ.ગુ.સા. ચારસો ભટ્ટ પરિવાર દ્વારા પરંપરાગત રીતે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે યોજાતા આ ધાર્મિક આયોજનમાં ભટ્ટ પરિવારના સભ્યો સહપરિવાર ઉપસ્થિત રહી માતાજીનાં દર્શન અને પ્રસાદનો લાભ લે છે.
આ વર્ષે તા. 26 ઓક્ટોબર, સોમવારના રોજ શરદપૂનમ નિમિત્તે યજ્ઞ યોજાશે. આ પ્રસંગે મૂળ માનસર ગામના વતની સ્વ. કેશવલાલ વનમાળીભાઈ ભટ્ટના પરિવાર તરફથી યજ્ઞના યજમાન તરીકે વ્યવસ્થા કરવામાં આવી છે. યજ્ઞની પૂજા-વિધિ શાસ્ત્રોક્ત પરંપરા મુજબ વેદમંત્રોના ઉચ્ચાર સાથે શાસ્ત્રી તેજસભાઈ રમેશભાઈ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા સંપન્ન કરાવવામાં આવશે.
યજ્ઞના દાતા સ્વ. કેશવલાલ વનમાળીભાઈ ભટ્ટના પરિવાર તરફથી સમગ્ર ભટ્ટ પરિવારને આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહી હિંગળાજ માતાજીનાં દર્શન કરવા તથા પ્રસાદનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આગામી વર્ષ 2027ની શરદપૂનમના યજ્ઞમાં યજમાન તરીકે યજ્ઞવિધિમાં બેસવા ઇચ્છુક ભટ્ટ પરિવારના સભ્યોએ અગાઉથી નામ નોંધાવવા માટે સંપર્ક કરવા જણાવાયું છે. નામ નોંધણી માટે પ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો. 93274 99185) અથવા જે.પી.ભાઈ ભટ્ટ (મો. 99254 51138)નો સંપર્ક કરી શકાશે.