મારબી નજીક સિરામિક કારખાનાની ઓરડીમાં પતિએ પત્નીનું ગળું દબાવી પથ્થરના ઘા ઝીકી હત્યા કરી માખ્યાનું ખુલ્યું
મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ મારબીજ સિરામિક કારખાનામાં કામ કરતા મધ્યપ્રદેશના વતની યુવકે પોતાની પત્નીને અન્ય યુવક સાથે લફરું હોવાની શંકાએ ગળું દબાવી પથ્થરના ઘા ઝીકી હત્યા કરી નાખતા હત્યાના આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, મૃતકના દોઢ મહિના પહેલા જ પ્રેમલગ્ન થયા હતા.
મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ મારબીજ સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની આરોપી મહેન્દ્રસિંહ શંકરસિંહ મરકામે ગતરાત્રીના પોતાની પત્ની રેખા ઉર્ફે રિયા કારખાનામાં સાથે કામ કરતા દિલભર યાદવ સાથે વાતો કરતી હોય અને લફરું હોવાની શંકાએ ગળું દબાવી કપાળના ભાગે બેલાના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી.બનાવ અંગે મૃતક રિયાના પિતા શિવકુમાર પ્રેમલાલ મરાવી રહે. ભીમપાર, મધ્યપ્રદેશ વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી મહેન્દ્રસિંહ શંકરસિંહ મરકામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, આરોપી મહેન્દ્રસિંહને રિયા દિલભર સાથે વાતો કરતી હોય શંકા વહેમ રાખી બેલના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી.નોંધનીય છે કે,મૃતક રિયાએ દોઢ મહિના પહેલા જ આરોપી મહેન્દ્રસિંહ સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને બન્ને મોરબી સિરામિક ફેકટરીમાં મજૂરી કામે આવ્યા હતા.