મોરબી : માળિયા મિયાણા તાલુકાના વેજલપર ગ્રામ પંચાયતના સરપંચ હરેશભાઈ ધીરજલાલ કૈલાએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેઓએ ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા માટે આ નિર્ણય લીધો હોવાનું જાહેર કર્યું છે.
સરપંચ હરેશભાઈ કૈલાએ જણાવ્યું હતું કે ખેડૂત આંદોલનને સમર્થનમાં તેમણે સરકારને 5 દિવસનો સમય આપ્યો હતો અને ખેડૂતોને યોગ્ય ન્યાય આપવા માંગ કરી હતી. જો 5 દિવસમાં યોગ્ય ન્યાય નહીં મળે તો રાજીનામું આપવાની ચીમકી તેમણે આપી હતી. સરકાર દ્વારા ખેડૂતોને ન્યાય ન મળતા અને ખેડૂતોની માંગણીઓ ન સ્વીકારાતા, ખેડૂતો સાથે અન્યાય થયો હોવાથી તેઓ ખેડૂતોના સમર્થનમાં રાજીનામું આપી રહ્યા છે. તેઓએ અંતમાં જણાવ્યું કે આજે રજા છે. તેઓએ આજે રાજીનામાની જાહેરાત કરી દીધી છે. હવે સોમવારે તેઓ માળિયા તાલુકા વિકાસ અધિકારીને પોતાનું રાજીનામું સોંપશે.
મોરબી : માળિયા મિયાણા તાલુકાના વેજલપર ગ્રામ પંચાયતના સરપંચ હરેશભાઈ ધીરજલાલ કૈલાએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેઓએ ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા માટે આ નિર્ણય લીધો હોવાનું જાહેર કર્યું છે.
સરપંચ હરેશભાઈ કલાએ જણાવ્યું હતું કે ખેડૂત આંદોલનને સમર્થનમાં તેમણે સરકારને 5 દિવસનો સમય આપ્યો હતો અને ખેડૂતોને યોગ્ય ન્યાય આપવા માંગ કરી હતી. જો 5 દિવસમાં યોગ્ય ન્યાય નહીં મળે તો રાજીનામું આપવાની ચીમકી તેમણે આપી હતી. સરકાર દ્વારા ખેડૂતોને ન્યાય ન મળતા અને ખેડૂતોની માંગણીઓ ન સ્વીકારાતા, ખેડૂતો સાથે અન્યાય થયો હોવાથી તેઓ ખેડૂતોના સમર્થનમાં રાજીનામું આપી રહ્યા છે. તેઓએ અંતમાં જણાવ્યું કે આજે રજા છે. તેઓએ આજે રાજીનામાની જાહેરાત કરી દીધી છે. હવે સોમવારે તેઓ માળિયા તાલુકા વિકાસ અધિકારીને પોતાનું રાજીનામું સોંપશે.