Saturday - Jun 27, 2026

મોરબીમાં દોસ્તના કજિયાથી બચાવવા જતા મિત્ર પર છરીથી હુમલો

મોરબીમાં દોસ્તના કજિયાથી બચાવવા જતા  મિત્ર પર છરીથી હુમલો

મોરબી : મોરબી શહેરના ત્રિકોણબાગ નજીક આવેલ પોસ્ટઓફિસ પાસે ગઈકાલે રાત્રીવના સમયે મિત્ર સાથે રીક્ષા લઈને પસાર થતા યુવકને રોકી બે અલગ અલગ મોટર સાયકલમાં આવેલ શખ્સોએ ઝઘડો કરતા મિત્રને છોડાવવા વચ્ચે પડેલા રીક્ષા ચાલક યુવકને છરીના ઘા ઝીકી મારી નાખવાની ધમકી આપવામાં આવતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબી શહેરના વિશિપરામાં રહેતા અને રીક્ષા ચલાવતા ફરિયાદી ઇકબાલ રફીકભાઈ દાવલિયા ઉ.વ.18 નામના યુવકે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી રાહુલ ઉર્ફે બ્રુસલી, શંકર સુરેશ કોળી અને સાહિલ કોળી રહે.ખડીયા, વીસીપરા વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગતરાત્રીના પોતે તેના મિત્ર લક્કી કોળી સાથે રીક્ષામાં જતા હતા ત્યારે પોસ્ટઓફિસ પાસે પહોંચતા આરોપીઓ હોન્ડા તેમજ સ્કૂટર લઈને આવ્યા હતા.વધુમાં આરોપીઓને અગાઉ લક્કી કોળી સાથે ઝઘડો થયો હોય તેનો ખાર રાખી લક્કી સાથે ઝઘડો કરવા લાગતા ફરિયાદી ઇકબાલ વચ્ચે છોડાવવા પડતા આરોપીઓએ છરીના ઘા ઝીકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.