Wednesday - May 27, 2026

મોરબીમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાતા ત્રણ ઝબ્બે

મોરબીમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાતા ત્રણ ઝબ્બે

મોરબી : મોરબી શહેરમાં સીટી એ ડિવિઝન પોલીસે અલગ અલગ ત્રણ દરોડામાં વાઘપરા તેમજ કબીર ટેકરી વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા ત્રણ આરોપીઓને ઝડપી લઈ વરલીની કપાત લેનાર બે આરોપીઓના નામ ખોલાવી કુલ પાંચ જુગારીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

વરલી મટકાના જુગાર દરોડાની પ્રથમ કાર્યવાહીમાં એ ડિવિઝન પોલીસે કબીર ટેકરી શેરી નંબર 2મા દરોડો પાડી આરોપી સીરાજ ઇકબાલભાઈ અજમેરી ઉ.વ.34 રહે.કબીર ટેકરી વાળાને જાહેરમાં વરલીના આંકડા લખતા ઝડપી લઈ રોકડા રૂપિયા 250 તેમજ 3 હજારનો એક મોબાઈલ કબ્જે કર્યો હતો.આરોપી મોબાઈલ મારફતે અવેશ અયુબભાઈ કાસમાણી પાસે આંકડા કપાત કરાવતો હોવાનું ખુલતા બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.બીજા દરોડામાં પોલીસે વાઘપરા નાકા પાસેથી આરોપી મોહીન મુસ્તકભાઈ અજમેરી ઉ.વ.25 રહે.કબીર ટેકરી વાળાને વરલીના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ કપાત લેનાર હરિભાઈનું નામ ખોલાવી રોકડા રૂપિયા 750 તેમજ એક મોબાઈલ કિંમત રૂ.5000 કબ્જે કરી બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. જ્યારે ત્રીજા દરોડામાં એ ડિવિઝન પોલીસે વાઘપરા નાકા પાસેથી આરોપી હરેશ પુરણભાઈ થાવરાણી રહે.નવલખી રોડ, રણછોડનગર વાળાને વરલીના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂ.750 તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂ.5000 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.