વાંકાનેર : વાંકાનેર હાઇવે પર લાલપર નજીક આવેલ હોટલ બીસ્મિલ્લાહ પાસે ગત તા.21ના રોજ રાત્રીના સમયે મહિકાથી મોટર સાયકલ લઈને પરત ફરી રહેલા ફરિયાદી સલીમભાઈ નૂરમામદભાઈ બ્લોચ ઉ.વ.51 રહે.લાલપર ગામ વાળાઓ પર આરોપી મુરાદખાન અલીખાન પઠાણ અને આરોપી મુનિરખાન મુરાદખાન પઠાણે ફરિયાદીની ભત્રીજીએ કરેલા મૈત્રીકરારનો ખાર રાખી કુહાડી અને લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં વળતી ફરિયાદ નોંધાઈ છે.