Tuesday - May 26, 2026

બે બળિયાની લડાઈમાં ત્રીજું જ નામ નીકળ્યું : મોરબીના પ્રથમ મેયરની ઉત્તમ સુરાણીને તાજપોશી

બે બળિયાની લડાઈમાં ત્રીજું જ નામ નીકળ્યું : મોરબીના પ્રથમ મેયરની ઉત્તમ સુરાણીને તાજપોશી

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જયંતી પડસુંબિયા, દંડક તરીકે જયેશભાઇ દેસાઈ, શાસક પક્ષ નેતા તરીકે અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા નિમાયા : હાઇકમાન્ડે સૌને ચોંકાવ્યા : જેનું નામ જ ચર્ચામાં ન હતું તેના શિરે તાજ સોપાયો


મોરબી : મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી બાદ પ્રથમ મેયર કોણ બનશે તે અંગે ચાલી રહેલી આતુરતા અને અટકળોનો અંત આવ્યો છે. મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે વોર્ડ નં. 8 ના ઉત્તમ સુરાણીની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નં.6ના ચિરાગ રાણપરાની નિમણૂક કરવામાં આવી છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જયંતી પડસુંબિયા નિમાયા છે. દંડક તરીકે જયેશભાઇ દેસાઈ અને શાસક પક્ષ નેતા તરીકે અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા નિમાયા છે.

બે બળિયાની લડાઈમાં ત્રીજું જ નામ નીકળ્યું : મોરબીના પ્રથમ મેયરની ઉત્તમ સુરાણીને તાજપોશી

બે જૂથો વચ્ચેની લડાઈમાં રેસમાં પણ ન હોય નવા ચહેરા મેયર બનાવતા ભારે સોપો પડી ગયો છે. મોરબીમાં મેયર પદ મેળવવા માટે છેલ્લા ઘણા સમયથી મુખ્ય બે ગ્રુપ વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી હતી અને અલગ અલગ નામો જોરશોરથી ચર્ચામાં હતા. તેવામાં પક્ષ દ્વારા આશ્ચર્યજનક રીતે આ બંને ગ્રુપની બહારના ત્રીજા જ નામની જાહેરાત કરવામાં આવી છે અને ઉત્તમ સુરાણીને મેયર પદનો તાજ પહેરાવવામાં આવ્યો છે.