મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ મેયર તરીકે ઉત્તમ મહેશભાઈ સુરાણીએ 25 વર્ષની ઉંમરે શહેરના વિકાસ અને જનસેવાની એક મોટી જવાબદારી મળી છે,આ ક્ષણ માત્ર વ્યક્તિગત સિદ્ધિ નહીં પરંતુ મોરબીના ઇતિહાસનો ગૌરવપૂર્ણ અધ્યાય છે.
આ સિદ્ધિથી મોરબીને ત્રણ વિશેષ ગૌરવ પ્રાપ્ત થયા છે —
• મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રથમ મેયર
* ગુજરાત નાં સૌથી યુવા મેયર
* ભારત દેશના સૌથી યુવા મેયરોની યાદીમાં સ્થાન
ઉત્તમ મહેશભાઈ સુરાણી નો જન્મ તા. ૨૭-૦૭-૨૦૦૦ ના રોજ થયો હતો. બાળપણથી જ તેઓ મહેનતુ, શિસ્તબદ્ધ અને રાષ્ટ્રભાવનાથી પ્રેરિત વ્યક્તિત્વ ધરાવનાર તેમણે પ્રાથમિક શિક્ષણ ઓમ શાંતિ વિદ્યાલય ખાતે પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે તેઓ જોધાપર પટેલ બોર્ડિંગ સાથે જોડાયા અને B.Sc. in Chemistry ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.
અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે UPSC જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. આ સમયગાળા દરમિયાન તેમની અંદર રાષ્ટ્રસેવા અને જનકલ્યાણ માટે વધુ ઊંડી લાગણી વિકસતી ગઈ. ત્યારબાદ તેઓ સામાજિક કાર્યોમાં સક્રિય બન્યા અને સમાજના વિવિધ ક્ષેત્રકાર્ય જેમ કે,
બ્લડ ડોનેશન કેમ્પ,pm વિશ્વકર્મા યોજના,આયુષ્માન કાર્ડ,વિદ્યાર્થી સહાય,સંગઠન માં મજબૂત પાસું જેવી વિવિધ પ્રવુતિ થી યુવાવયે આં રાષ્ટ્ર્રભાવના હોવી એ યુવા માં પ્રેરણાદાયક ઉદાહરણ છે
તેમની કાર્યશૈલી, નેતૃત્વ ક્ષમતા અને સમાજ પ્રત્યેની સમર્પિત ભાવના થી તેઓ મોરબી મહાનગરપાલિકા ના પ્રથમ મેયર તરીકે નિયુક્ત થયા છે.
તેમનું જીવન સૂત્ર —
“રાષ્ટ્ર પ્રથમ, સેવા પ્રથમ” —
તેમના દરેક કાર્યમાં પ્રતિબિંબિત થાય છે.
તેઓ માને છે કે:
“જનસેવા એ જ સાચું રાષ્ટ્રનિર્માણ છે.”
અને
“લોકોના વિશ્વાસથી જ નેતૃત્વ મજબૂત બને છે.”
ઉત્તમ મહેશભાઈ સુરાણી આજે યુવાનો માટે પ્રેરણારૂપ વ્યક્તિત્વ તરીકે ઉભરી રહ્યા છે, જેમણે મહેનત, સંસ્કાર અને સેવાભાવ દ્વારા જાહેર જીવનમાં પોતાની આગવી ઓળખ બનાવી છે.
ડે.મેયર ...ચિરાગભાઈ રાણપરા
સ્ટેડિંગ ચેરમેન... જયંતીભાઈ પડસુંબિયા
પક્ષના નેતા... અર્પિતાબા જાડેજા
દંડક ....જયેશભાઈ દેસાઈ