મોરબી : રાજકોટ - મોરબી હાઈવે પર ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં આવેલ ક્લબ -36 હોટલમાં રહેતા અને અહીં જ મજૂરી કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની સૂરજ અમરસિંહ યાદવ ઉ.વ.27 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.