Wednesday - Aug 05, 2026

મોરબી મહેસૂલી વિભાગમાં મોટો ફેરફાર: 30 નાયબ મામલતદાર, 6 ક્લાર્કની સામૂહિક બદલી

મોરબી મહેસૂલી વિભાગમાં મોટો ફેરફાર: 30 નાયબ મામલતદાર, 6 ક્લાર્કની સામૂહિક બદલી

3 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનારા કર્મચારીઓ માટે બદલી કેમ્પ બાદ કલેક્ટર કચેરીનો આદેશ

મોરબી : મોરબી જિલ્લા મહેસૂલી તંત્રમાં વહીવટી વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે મોટાપાયે બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. 1 ઓક્ટોબર 2026ની સ્થિતિએ એક જ સ્થળે ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવી રહેલા કર્મચારીઓને બદલીના દાયરામાં લેવામાં આવ્યા હતા. આ અંતર્ગત જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા યોજાયેલા બદલી કેમ્પમાં લેવાયેલા નિર્ણય બાદ કુલ 30 નાયબ મામલતદાર અને 6 ક્લાર્કની જુદી-જુદી કચેરીઓ તથા મહેસૂલી શાખાઓમાં સાગમટે બદલી કરવામાં આવી છે. 3 ઓગસ્ટ 2026ના રોજ નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની સહીથી આ બદલીના આદેશો જારી કરાયા છે. બદલીના પગલે કલેક્ટર કચેરી, પ્રાંત કચેરીઓ, મામલતદાર કચેરીઓ તેમજ ચૂંટણી, પુરવઠા, ઇ-ધરા, દબાણ, મહેસૂલ સહિતની વિવિધ શાખાઓમાં કર્મચારીઓની જવાબદારીઓમાં ફેરફાર થયો છે. કેટલાક કર્મચારીઓને એક જ કચેરીમાં નવી શાખાની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે કેટલાકને મોરબી શહેરમાંથી વાંકાનેર, ટંકારા, હળવદ અને માળિયા સહિતના સ્થળોએ મોકલવામાં આવ્યા છે.30 નાયબ મામલતદારની બદલી

ક્રમ     નામ     અગાઉની ફરજનું સ્થળ/ હોદ્દો  બદલીનું સ્થળ/નવી જવાબદારી

1    એસ.વી. ત્રાંબડીયા    નાયબ મામલતદાર (ચોમાસુ-2026), મોરબી ગ્રામ્ય    નાયબ મામલતદાર (મેજીસ્ટ્રીયલ), કલેક્ટર કચેરી, મોરબી
2    એસ.જે. ઠુમર    નાયબ મામલતદાર (બિનખેતી), કલેક્ટર કચેરી, મોરબી    નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી.), માળિયા (મીં.)
3    જે.પી. પાલીયા    નાયબ મામલતદાર (મેજીસ્ટ્રીયલ), કલેક્ટર કચેરી, મોરબી    નાયબ મામલતદાર-1, પ્રાંત કચેરી, હળવદ
4    એચ.એમ. કુંડારીયા    નાયબ મામલતદાર (મહેસૂલ-2), કલેક્ટર કચેરી, મોરબી    નાયબ મામલતદાર (હિસાબી), કલેક્ટર કચેરી, મોરબી
5    જે.વી. ખાખરીયા    નાયબ મામલતદાર (મ.ભ.ય.-વહટ), મોરબી ગ્રામ્ય    નાયબ મામલતદાર (મતદારયાદી), નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, મોરબી
6    આર.જી. રતન    નાયબ મામલતદાર (મતદારયાદી), નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, મોરબી    નાયબ મામલતદાર (મતદારયાદી), મોરબી ગ્રામ્ય
7    આર.એલ. ઝાલા    સર્કલ ઓફિસર, વાંકાનેર    સર્કલ ઓફિસર, ટંકારા
8    જે.આર. ખેર    નાયબ મામલતદાર (મતદારયાદી), 67-વાંકાનેર    નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી.), હળવદ
9    પી.એમ. નાયકપરા    શિરસ્તેદાર, હળવદ    નાયબ મામલતદાર (પી.એ. ટુ કલેક્ટર), કલેક્ટર કચેરી, મોરબી
10    એ.એસ. જાડેજા    નાયબ મામલતદાર (ઇ-ધરા-2), વાંકાનેર    પુરવઠા નિરીક્ષક, મોરબી
11    વી.આર. ઝાલરીયા    સર્કલ ઓફિસર, ટંકારા    પુરવઠા નિરીક્ષક, મોરબી
12    પી.વી. સોરીયા    નાયબ મામલતદાર (પી.એમ.પી.), મોરબી    નાયબ મામલતદાર (ઇ-ધરા-2), વાંકાનેર
13    ઓ.એન. જાડેજા    નાયબ મામલતદાર (અપીલ), કલેક્ટર કચેરી, મોરબી    નાયબ મામલતદાર (બિનખેતી), કલેક્ટર કચેરી, મોરબી
14    સી.આર. પરમાર    નાયબ મામલતદાર (એ.ડી.એમ.), વાંકાનેર    નાયબ મામલતદાર (એલ.આર.સી., આર.ટી.આઇ., ઈ-સેવા), કલેક્ટર કચેરી, મોરબી
15    એમ.કે. કંઝારીયા    નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી.), હળવદ    નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી.), ટંકારા
16    વી.એમ. બાવરવા    નાયબ મામલતદાર (પુરવઠા), ટંકારા    પુરવઠા નિરીક્ષક, મોરબી
17    જે.એસ. ઝાલા    નાયબ મામલતદાર (દબાણ), મોરબી ગ્રામ્ય    પુરવઠા નિરીક્ષક, મોરબી
18    એમ.પી. ભાટીયા    નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી.), ટંકારા    નાયબ મામલતદાર (મતદારયાદી), 67-વાંકાનેર
19    બી.કે. કંઝારીયા    નાયબ મામલતદાર (મ.ભ.ય.-તપસ), હળવદ    નાયબ મામલતદાર (પી.એમ.પી.), મોરબી
20    જી.આર. બોસીયા    નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી.), માળિયા (મીં.)    નાયબ મામલતદાર (પુરવઠા), ટંકારા
21    આર.આર. હુંબલ    પુરવઠા નિરીક્ષક, મોરબી    નાયબ મામલતદાર (મહેસૂલ-2), કલેક્ટર કચેરી, મોરબી
22    આર.એસ. ડાંગર    કામગીરી (મતદારયાદી), મોરબી શહેર    નાયબ મામલતદાર (દબાણ), મોરબી ગ્રામ્ય
23    ડી.એલ. ડોડીયા    પુરવઠા નિરીક્ષક, મોરબી    નાયબ મામલતદાર (અપીલ), કલેક્ટર કચેરી, મોરબી
24    જે.સી. પરમાર    નાયબ મામલતદાર (એલ.આર.સી., આર.ટી.આઇ., ઈ-સેવા), કલેક્ટર કચેરી, મોરબી    સર્કલ ઓફિસર, વાંકાનેર
25    એન.એ. ગઢવી    નાયબ મામલતદાર (રેકર્ડ કીપર), મોરબી ગ્રામ્ય    નાયબ મામલતદાર (મ.ભ.ય.-તપસ), હળવદ
26    વી.જે. ચાવડા    પુરવઠા નિરીક્ષક, મોરબી    નાયબ મામલતદાર (મ.ભ.ય.-વહટ), મોરબી ગ્રામ્ય
27    એન.એમ. વઢેર    મુખ્ય પુરવઠા નિરીક્ષક, મોરબી    નાયબ મામલતદાર (ચૂંટણી), મોરબી
28    બી.ડી. પટેલ    નાયબ મામલતદાર (પી.એ. ટુ કલેક્ટર), કલેક્ટર કચેરી, મોરબી    મુખ્ય પુરવઠા નિરીક્ષક, મોરબી
29    એફ.યુ. માથકીયા    નાયબ મામલતદાર (ચૂંટણી), મોરબી    નાયબ મામલતદાર (એ.ડી.એમ.), વાંકાનેર
30    કે.ડી. બુસા    નાયબ મામલતદાર (મ.ભ.ય.-તપસ), મોરબી ગ્રામ્ય    નાયબ મામલતદાર (ચોમાસુ-2026), મોરબી ગ્રામ્ય, સાથે મહેસૂલનો વધારાનો હવાલો


6 ક્લાર્કની બદલી

ક્રમ    નામ    અગાઉની ફરજનું સ્થળ/હોદ્દો    બદલીનું સ્થળ/નવી જવાબદારી

1    એચ.જે. સુદાણી    ક્લાર્ક (જમન), વાંકાનેર    ક્લાર્ક (જમન), ટંકારા
2    બી.જે. જાડેજા    ક્લાર્ક (મેજી.-1), કલેક્ટર કચેરી, મોરબી    ક્લાર્ક (ઇન્વર્ડ), કલેક્ટર કચેરી, મોરબી
3    કે.આર. રૂપાપરા    ક્લાર્ક (ઇન્વર્ડ), કલેક્ટર કચેરી, મોરબી    ક્લાર્ક (મેજી.-1), કલેક્ટર કચેરી, મોરબી
4    એચ.એમ. ડાંગર    ક્લાર્ક (જમન), ટંકારા    ક્લાર્ક (એસ્ટા, અપીલ, રજીસ્ટ્રી), પ્રાંત કચેરી, વાંકાનેર
5    એચ.પી. જાડેજા    ક્લાર્ક (એસ્ટા, અપીલ, રજીસ્ટ્રી), પ્રાંત કચેરી, વાંકાનેર    ક્લાર્ક (અપીલ), કલેક્ટર કચેરી, મોરબી
6    એમ.એન. ઝાલા    ક્લાર્ક (અપીલ), કલેક્ટર કચેરી, મોરબી    ક્લાર્ક (જમન), વાંકાનેર