Wednesday - Aug 05, 2026

મોરબીમાં બોગસ દસ્તાવેજથી છેતરપીંડીના ગુનામાં બે વર્ષથી વોન્ટેડ મહિલાની ધરપકડ

મોરબીમાં બોગસ દસ્તાવેજથી છેતરપીંડીના ગુનામાં બે વર્ષથી વોન્ટેડ મહિલાની ધરપકડ

મોરબી : ​મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે વર્ષ પૂર્વે ખોટા દસ્તાવેજ બનાવી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવાના કેસમાં છેલ્લા બે વર્ષથી નાસતી ફરતી મહિલા આરોપીને મોરબી એલસીબી અને પેરોલ ફર્લો ટીમે ઝડપી લઇ એ ડિવિઝન પોલીસને હવાલે કરી હતી.


પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બે વર્ષ પૂર્વે નોંધાયેલ ખોટા દસ્તાવેજની આધારે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાના ગુન્હામાં આરોપી ભાવનાબેન પ્રેમજીભાઈ સોલંકી વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો.જો કે, ગુન્હો દાખલ થયા બાદ મહિલા ફરાર થઇ ગયા હતા.દરમિયાન મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડને આ મહિલા પોતાના રહેણાક મકાને આવ્યા હોવાની બાતમી મળતા પોલીસે માળીયા વનાળિયા સોસાયટીમાં તેમના રહેણાંક મકાને દરોડો પાડી આરોપી ભાવનાબેન પ્રેમજીભાઈ સોલંકી ઉ.વ.25ને અટકાયતમાં લઈ પૂછતાછ કરતા ગુન્હામાં સંડોવણી કબૂલ કરતા વિધિવત ધરપકડ કરી એ ડિવિઝન પોલીસ મથકને હવાલે કર્યા હતા.