Sunday - May 10, 2026

હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરાઈ

હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરાઈ

ટંકારા : આજે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં અનોખી રીતે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

હરબટીયાળી પ્રાથમિક શાળામાં હાલ ચણતર કામ માટે રોકાયેલા શ્રમિક પરિવારના ઘરે દીકરાનો જન્મ થતાં શાળાના શિક્ષિકા ઈન્દ્રાબેને માતા બનેલા શ્રમિક પરિવારની મહિલાને શક્તિવર્ધક કાટલાના લાડવા, કપડાં, બાળક માટે બોર્નબેબી કીટ તથા રોકડ રકમ ભેટ આપી હતી. શાળાની વિદ્યાર્થિનીઓએ શ્રમિક પરિવારના પુત્રનું પારણું શણગારીને તેનું નામ ભવ્ય રાખીને ભવ્યાતિભવ્ય નામકરણ વિધિ કરી હતી. આ તકે શાળાના તમામ બાળકોને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. શ્રમિક પરિવારમાં આ પ્રકારની ઉજવણી થતાં ખુશીની કોઈ સીમા રહી ન હતી.

હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરાઈ