મોરબી : હાલ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. જેમાં આજે તારીખ 8-3-2025ના રોજ વિજ્ઞાન 11 અને વ્યાકરણ 501 (સંસ્કૃત પ્રથમાં)નું પેપર લેવામાં આવ્યું છે. જેમાં એસ.એસ.સી. મોરબી ઝોન 125માં વિજ્ઞાન 11 પેપરમાં ગુજરાતી માધ્યમમાં 232 અને અંગ્રેજી માધ્યમમાં 1 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો. તેમજ વ્યાકરણ 501 (સંસ્કૃત પ્રથમાં)ના પેપરમાં તમામ પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાં વિજ્ઞાન 11 પેપરમાં 13,099 પરીક્ષાર્થીઓમાંથી ગુજરાતી માધ્યમમાંથી 12460 પરીક્ષાર્થીઓ જ્યારે અંગ્રેજી માધ્યમમાં 406 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તેમજ વ્યાકરણ 501 (સંસ્કૃત પ્રથમાં)ના પેપરમાં તમામ 21 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. આમ ઝોન 125માં આ પેપેમાં કુલ 13,120 પરીક્ષાર્થીઓમાંથી 233 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.