મોરબી: આજ રોજ તારીખ ૧૬/૦૩/૨૦૨૬ ના દિવસે મોરબીની Omvvim કોલેજ ખાતે મહિલાઓની સુરક્ષા અને તેમનામાં જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર 'સ્ત્રી સુરક્ષા સંગઠન મોરબી' તથા 'મોરબી એ ડિવિઝન પોલીસ શી (SHE) ટીમ' ના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મહિલાઓને તેમના અધિકારો, સ્વરક્ષણ અને કટોકટીના સમયે કઈ રીતે સુરક્ષિત રહેવું તે અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં મુખ્ય અતિથિઓ અને માર્ગદર્શક તરીકે સ્ત્રી સુરક્ષા સંગઠનના સંસ્થાપક શ્રી દેવાંશભાઈ હિરાણી, પ્રમુખ શ્રી યુગભાઈ પૂજારા અને શ્રી મેહુલભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, મોરબી શહેર બજરંગદળના પ્રચાર-પ્રસારક શ્રી યશભાઈ પરમાર પણ આ જાગૃતિ કાર્યક્રમમાં જોડાયા હતા.
મહિલાઓને કાયદાકીય સુરક્ષા અને પોલીસ દ્વારા મળતી મદદની સમજણ આપવા માટે મોરબી એ ડિવિઝનની 'શી' ટીમના P.S.I. શ્રીમતી નમ્રતાબેન ગઢવી અને તેમની સમગ્ર ટીમ આ સેમિનારમાં હાજર રહી હતી. તેમણે ઉપસ્થિત તમામ મહિલાઓ અને વિદ્યાર્થીનીઓને સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન અને હિંમત પૂરા પાડ્યા હતા.