Tuesday - Apr 28, 2026

મોરબીના લાઇન્સનગરમાં એક મહિનાથી પાણી ન આવતા મહિલાઓ વિફરી

મોરબીના લાઇન્સનગરમાં એક મહિનાથી પાણી ન આવતા મહિલાઓ વિફરી

મોરબીમાં અતિવૃષ્ટિ થઈ હોવા છતાં અત્યારથી પાણીના સાસા પડવા લાગ્યા છે. શહેરના છેવાડાના વિસ્તારોમા પાણી આપોના ઉનાળાના બદલે દિવાળી પડેલા પોકાર ઉઠ્યા છે.જેમાં મોરબીનાછેવાડાના વિસ્તાર લાઇન્સનગરમાં એક મહિનાથી પીવાનું પાણી આવતું નથી.એક મહિનાથી સમ ખાવા પૂરતું પણ પાણીનું એક ટીપુંય આવતું ન હોવાથી મહિલાઓને નાના છોકરા લ8ને પાણી માટે ભારે મહેનત કરવી પડે છે. ક્યારેક પાણી આવે ત્યારે ગુમડા થઈ જાય તેવું ગંધાતુ ગોબરુ પાણી આવે છે  આ પાણી પીવા લાયક અને વાપરવા લાયક રહેતું નથી. કારણ કે હાથ ધોઈ તો ચામડીના રોગો થઈ જાય તેવી હાલત થઈ જાય છે. ગુમડાવાળું પાણી આવતું હોવાથી પીવા માટે પાણી મેળવવા છોકરા લઈને જ્યાં ત્યાં ભટકવું પડે છે. આવા પાણીને કારણે ઘરે કોઈ મહેમાન આવવા રાજી નથી. મહિલાઓએ આક્રોશભેર જણાવ્યું હતું કે, જળાશયો છલોછલ ભરાયેલા હોય અને ડેમના પાટિયા ખોલીને પાણી છોડી નાખે છે તો અમને પાણી દેવામાં ક્યાં વાંધો આવે છે? જ્યારે જ્યારે રજુઆત કરીએ છીએ ત્યારે કોઈ જવાબ દેતું નથી. આ કાઈ રીત છે ? પાલિકા તંત્રને ઉગ્ર રજુઆત કરતા તંત્રએ સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.