મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલી ઉમા રેસિડેન્સીમાં પાણી અને ગટર પ્રશ્ને મહિલાઓએ પાલિકામાં મોરચો માંડ્યો હતો અને ગટરની ગંદકીથી ડેન્ગ્યુ અને મેલરીયાનું પ્રમાણે વધ્યું હોવાનો મહિલાઓએ આક્રોશ ઠાલવ્યો હતો. મહિલાઓના જણાવ્યા મુજબ છ મહિનાથી પાણી આવતું નથી. પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડે છે અને પાણી માટે ઠેરઠેર રઝળવુ પડે છે.જો કે હમણાં વરસાદ પણ સારી પડ્યો છે. ભારે વરસાદથી મોરબીનો મચ્છુ ડેમ જ નહીં દશે દશ ડેમ ઓવરફ્લો થયેલા છે. તમામ ડેમ નદી નાળા છલકાતા છતાં પાણી કેમ આવતું નથી ? જ્યારે આ સોસાયટીમાં છ મહિના કરતા વધુ સમયથી ગટર ઉભરાય છે. ગટરની ગંદકીથી ડેન્ગ્યુ અને મેલેરિયાનું પ્રમાણ વધી ગયું છે અને ઘરેઘરે મચ્છરજન્ય બીમારીઓ ફેલાય ગઈ છે. ગટરની ગંદકી વધુ સમયથી ઉભરાતી હોવાની રજુઆત કરી હોવા છતાં કોઈ પગલાં ભરાયા નથી. આથી આ રીતે મોરચો માંડવાની ફરજ પડી છે. હજુ પણ આ પ્રશ્ન હલ નહિ થાય તો ઉગ્ર રજુઆત કરાશે. તેમ મહિલાઓએ જણાવ્યું હતું.