Sunday - Jul 05, 2026

ઘણી ધોરી વગરની પાલિકામાં વેદના સાંભળવા માટે કોઈ હાજર જ ન હોવાથી મહિલાઓ વિફરી

ઘણી ધોરી વગરની પાલિકામાં વેદના સાંભળવા માટે કોઈ હાજર જ ન હોવાથી મહિલાઓ વિફરી

 મોરબીના વીસીપરામાં આવેલી બે સોસાયટીઓમાં એક મહિનાથી પાણી આવતું ન હોય ત્રણ દિવસ અગાઉ મોરચો માંડવા છતાં તંત્રનું અણઘડ આયોજન અખંડિત રહેતા આજે મદીના અને સુમરા સોસાયટીની મહિલાઓ વિફરી હતી અને ટૂંકા ગાળામાં બીજી વખત મોરચો માંડ્યો હતો. નગરપાલિકામાં બીજી વખત પાણી પ્રશ્ને હોબાળો કરી મહિલાઓએ એક મહિનાથી પાણી ન આવતું હોય આવી કાળઝાળ ગરમીમાં પાણીના એક એક બુંદ માટે તરસવુ પડતું હોય અને પાણી ન આવવાથી જ્યાં ત્યાં પાણી માટે વલખા મારવા પડ્યા હોવા છતાં પાણી નસીબ ન થતું હોવાનો કાળો કકળાટ કરી મુક્યો હતો. જો કે નગરપાલિકામાં વહીવટદારના શાસન પછી સમસ્યાઓ વધતા અને ટોળાઓ રોજ આવતા હોવા છતાં અધિકારીઓ હાજર ન રહેતા લોકો રોષે ભરાય છે. આજે પણ આ વીસીપરાની બે સોસાયટીની રજુઆત કરવા આવેલી મહિલાઓએ અધિકારીઓ જ્યાં સુધી નગરપાલિકા ન આવે અને તેમનો પ્રશ્ન હલ ન કરે ત્યાં સુધી અહીંથી ન હટવાનું અને એક તબબકે અધિકારીઓ ન હોય અને અમારો પ્રશ્ન હલ કરવા કે જવાબ દેતા જ ન હોય તો આવી નગરપાલિકાની શુ જરૂરું છે ? તેવું આ સોસાયટીના અગ્રણી આરીફભાઈ કહીને નગરપાલિકાને તાળું દેવાની ચીમકી આપી હતી.

ઘણી ધોરી વગરની પાલિકામાં વેદના સાંભળવા માટે કોઈ હાજર જ ન હોવાથી મહિલાઓ વિફરી
ઘણી ધોરી વગરની પાલિકામાં વેદના સાંભળવા માટે કોઈ હાજર જ ન હોવાથી મહિલાઓ વિફરી