Saturday - May 02, 2026

મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોરકલીપ મશીનની ઠોકરે શ્રમિક મહિલાનું મોત

મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોરકલીપ મશીનની ઠોકરે શ્રમિક મહિલાનું મોત

મોરબી : મોરબીના લખધીરપુર રોડ પર આવેલ કઝારીયા ટાઇલ્સ ફેકટરીમાં ગત તા.28ના રોજ બપોરના સમયે જીજે - 12 - બીજે - 8688 નંબરના ટાઇલ્સ ઉપાડવાના ફોર કલીપ મશીનના ચાલકે ફેકટરીમાં જાડું મારી રહેલા મૂળ મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના વતની પપિતાબેન કમેશભાઈ ગમારને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા પપિતાબેનનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પતિએ ફોર કલીપ મશીનના ડ્રાઇવર વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.