અન્ય બે આરોપીઓ સગીર હોવાથી તેમના વાલીઓને સોપી દીધા
મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે મોડીરાત્રે નાની વાવડી ગામના મેલાબાપાના મંદિર પાસે ચાઈનીઝ દોરની ફિરકીની હેરફેર થતી હોવાની બાતમીને આધારે દરોડો પાડી પ્રતિબંધિત 50 ફીરકી સાથે ત્રણ આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.જો કે, ત્રણ આરોપીઓ પૈકી બે આરોપી સગીર હોવાનું સામે આવતા તેમના વાલીને સોંપી આપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મોરબીના નાની વાવડી ગામે ગત મોડીરાત્રે મેલાબાપાના મંદિર પાસે મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરીની ફિરકીની હેરફેર થતી હોવાની બાતમીને આધારે સીટી એ ડીવીઝન પોલીસે દરોડો પાડતા ત્રણ આરોપીઓ મોટા બોક્સમાંથી મોનો સ્કાય બ્રાન્ડની ફીરકી હેરફેર કરતા હોવાનું સામે આવ્યું હતું.દરોડા દરમિયાન પોલીસે આરોપી જયદીપસિંહ જશવંતસિંહ ઝાલા ઉ.19 રહે.વાવડી રોડ, બાપા સીતારામ મઢુંલી પાસે, મોરબીવાળાને 50 નંગ ચાઈનીઝ દોરની ફીરકી કિંમત રૂ.20 હજાર સાથે અટકાયતમાં લીધો હતો.અન્ય બે આરોપી સગીર હોય કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને તેમના વાલીઓને સોપી આપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.