Tuesday - Oct 13, 2026

રવાપરમાં ચક્કર આવતા પડી જતા મહિલાનું મોત, ઘૂટું નજીક આધેડનો મૃતદેહ મળ્યો

રવાપરમાં ચક્કર આવતા પડી જતા મહિલાનું મોત, ઘૂટું નજીક આધેડનો મૃતદેહ મળ્યો

મોરબી : મોરબીના રવાપર ગામ પાસે આવેલી વૈભવ લક્ષ્મી સોસાયટીમાં રહેતી 38 વર્ષીય મહિલાનું ઘરે ચક્કર આવતા પડી ગયા બાદ મોત નીપજ્યું હતું. જ્યારે ઘૂટું ગામ નજીક સોલેસો ચોકડી પાસેથી 56 વર્ષીય આધેડ મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના રવાપર ગામ પાસે બોની પાર્ક વિસ્તારમાં આવેલી વૈભવ લક્ષ્મી સોસાયટીમાં રહેતાં પ્રીતિબેન પિન્ટુભાઈ કાચરોલા (ઉં.વ. 38) ઘરે હતા ત્યારે તેમને ચક્કર આવતા પડી ગયા હતા. ત્યારબાદ તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરાતાં પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા બનાવમાં મોરબીના લાલપર ગામ પાસે દરિયાલાલ કાંટા નજીક રહેતા હરિપ્રસાદ ભુલજીભાઈ અહીરવાલ (ઉં.વ. 56) ઘૂટું ગામ નજીક સોલેસો ચોકડી પાસે મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના મૃતદેહને આત્મારામભાઈ નામના વ્યક્તિ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. આ અંગે હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે નોંધ કરી બંને બનાવમાં રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.