Tuesday - Oct 13, 2026

મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે ફસાઈ જવાથી યુવાનનો ભોગ લેવાયો

મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે ફસાઈ જવાથી યુવાનનો ભોગ લેવાયો

મોરબી : મોરબીના ગુંગણ ગામે યુવાન ખેતરે રોટાવેટર સાથે કામ કરી રહ્યો હતો તેવામાં કોઈ કારણોસર રોટવેટર અને ટ્રેક્ટરની વચ્ચે તે યુવાન દબાઈ ગયો હતો જેથી યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ગુંગણ ગામે રહેતો જયપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.20) નામનો યુવાન ખેતરે ટ્રેક્ટર અને રોટાવેટરથી કામ કરી રહ્યો હતો દરમિયાન કોઈ કારણોસર ટ્રેક્ટર અને રોટાવેટરની વચ્ચે દબાઈ જવાના કારણે તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતુ ત્યારબાદ તે મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે