Tuesday - Oct 13, 2026

અર્વાચીન રાસમાં ફેશન, ગ્લેમર કરતા પ્રાચીન ગરબામાં ખરા અર્થમાં થાય છે શક્તિની ઉપાસના

અર્વાચીન રાસમાં ફેશન, ગ્લેમર કરતા પ્રાચીન ગરબામાં ખરા અર્થમાં થાય છે શક્તિની ઉપાસના

મોરબીના મોર્ડન અને શિક્ષિત નારીઓએ અર્વાચીન કરતા પ્રાચીન ગરબાને માતાજીની ભક્તિ માટે અર્થપૂર્ણ ગણાવ્યા

(આર.બી. ન્યુઝ એનાલિસિસ રવિ બરાસરા) : મોરબીમાં આજથી જગત જનની નવદુર્ગાની આરાધનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવનો શુભારંભ થઈ રહ્યો હોવાથી નવે નવ દિવસ રઢિયાળી રાત્રીએ શેરીએ ગલીએ, ચોકે ચોકે રાસ ગરબાની રમઝટ જામશે. શહેર અને તાલુકામાં 350 વધુ સ્થળોએ પ્રાચીન ગરબીઓના આયોજનો થયા હોય જગદંબા સ્વરૂપા બાળાઓ રાસ ગરબે રમીને નવ દિવસ સુધી માં શક્તિની ઉપાસના કરે છે  બીજી તરફ શહેરમાં હાઈટેક યુગના વધતા પ્રભાવથી અર્વાચીન રાસોસત્વમાં માતાજીની ભક્તિ ઓછી ભપકો વધુ અને નૃત્યના નામે ફિલ્મી ડાન્સ રજૂ થતા હોવાથી અર્વાચીન રાસ ગરબામાં માતાની ભક્તિનું ઔચિત્ય જરાય જળવાતું ન હોવાનું મોરબીની આધુનિક અને મોર્ડન, યુવા શિક્ષિત નારીઓ દ્રઢપણે માની રહી છે. યુવા શિક્ષિત નારીઓના અભિપ્રાય મુજબ નવરાત્રી એટલે માતાજીની આરાધનાનું પર્વ હોય એમાં ફક્ત પ્રાચીન ઢબે જ રાસ ગરબે રમીને માતાજીની ભક્તિ કરવાની હોય તો માતાજીની ભક્તિના નામે અર્વાચીન રાસોસત્વમાં ડીજેની ધમાલમાં ફિલ્મી ધૂન ઉપર નાચવું, ગાવું ક્યારેય યોગ્ય ન ગણાય. આથી આ શિક્ષિત નારીઓએ અર્વાચીન કરતા પ્રાચીન ગરબાને માતાજીની ભક્તિ માટે અર્થપૂર્ણ ગણાવ્યા છે.

'હું કેવી દેખાઉં, હું કેવુ નૃત્ય કરું છું એ ભાવ ભક્તિનો ન ગણાય

અર્વાચીન ગરબા હવે મોટાભાગે 'હું કેવી દેખાઉં છું,હું કેટલું બીજાથી ચડિયાતું નૃત્ય કરું છું' તેવા ભાવ સાથે તેનો વ્યક્તિગત શો બની જાય છે. જ્યારે પ્રાચીન ગરબામાં એક વર્તુળમાં બધી જ દીકરીઓ એકસાથે, એક જ તાલમાં અને એક જ ભાવથી ઘૂમે છે. આ પ્રથા દીકરીઓમાં અહંકાર દૂર કરીને સમાનતા અને બહેનપણા ની ભાવના કેળવે છે.

-ડૉ સ્વાતિ સાવન અઘારા

અર્વાચીન રાસમાં ફેશન, ગ્લેમર કરતા પ્રાચીન ગરબામાં ખરા અર્થમાં થાય છે શક્તિની ઉપાસના

પ્રાચીન ગરબીમાં ભક્તિ સાથે માતૃભાષાની મીઠાશ

પ્રાચીન ગરબામાં ઓર્કેસ્ટ્રા અને ફિલ્મો ના ગીત વાળા મ્યુઝિક પર આધાર રાખવાને બદલે મહિલાઓ જાતે ગાઈને તાળીઓના તાલે ગરબા લેતી હોય છે. આનાથી યુવા દીકરીઓ આપણા ગરબાના મૂળ શબ્દો, લોકસાહિત્ય, પૌરાણિક કથાઓ અને માતૃભાષાની મીઠાશ સાથે સીધી રીતે જોડાયેલી રહે છે, જે આવનારી પેઢી માટે વારસો સાચવવાનું કામ કરે છે.

આરતીબેન રોહનભાઈ

અર્વાચીન રાસમાં ફેશન, ગ્લેમર કરતા પ્રાચીન ગરબામાં ખરા અર્થમાં થાય છે શક્તિની ઉપાસના

પ્રાચીન ગરબાના સ્ટેપ્સ એક પ્રકારનું ધ્યાન મેડિટેશન છે

અર્વાચીન ગરબામાં ડીજેના કાન ફાડી નાખતા અવાજ અને અગ્રેસિવ (ફાસ્ટ) સ્ટેપ્સને બદલે પ્રાચીન ગરબાની ચાલ ધીમી, લયબદ્ધ અને અત્યંત ગ્રેસફુલ હોય છે. પ્રાચીન ગરબાના સ્ટેપ્સ એક પ્રકારનું ધ્યાન (મેડિટેશન) છે, જે  મનને શાંતિ આપે છે જ્યારે અર્વાચીન ગરબા શરીર અને મન ને થાક આપે છે

- પ્રિના પરસાણિયા વિધાર્થીની

અર્વાચીન રાસમાં ફેશન, ગ્લેમર કરતા પ્રાચીન ગરબામાં ખરા અર્થમાં થાય છે શક્તિની ઉપાસના

પ્રાચીન ગરબા માટે આકરો પરસેવો પાડવો પડતો નથી

પ્રાચીન ગરબા રમવા માટે  નવરાત્રી પહેલાં 3-4 મહિના સુધી કોઈ ગરબા કે દાંડિયા ક્લાસ ની જરૂર નથી રહેતી , જેથી સમય , પૈસા બચે છે. કેમ કે પ્રાચીન ગરબા દરેક યુવતી સરળતા થી શીખી શકે છે. જેની કોઈ પૂર્વ તૈયારી ની જરૂર નથી.

- અદિતિ  વિરમગામા

અર્વાચીન રાસમાં ફેશન, ગ્લેમર કરતા પ્રાચીન ગરબામાં ખરા અર્થમાં થાય છે શક્તિની ઉપાસના

અર્વાચીન ગરબામાં ફેશન, ગ્લેમર અને વેસ્ટર્ન ટચનું આક્રમણ વધ્યું

અર્વાચીન ગરબામાં ફેશન, ગ્લેમર અને વેસ્ટર્ન ટચનું આક્રમણ વધ્યું છે. તેની સામે પ્રાચીન ગરબાનો પહેરવેશ (ચણિયાચોળી અને ઓઢણી) આપણી ભવ્ય સંસ્કૃતિને અનુરૂપ, સભ્ય અને છતાંય અત્યંત આકર્ષક હોય છે. તે ભારતીય સ્ત્રીત્વની સાચી ગરિમા જાળવી રાખે છે


- - ફ્રેનીબેન પટેલ

અર્વાચીન રાસમાં ફેશન, ગ્લેમર કરતા પ્રાચીન ગરબામાં ખરા અર્થમાં થાય છે શક્તિની ઉપાસના