Tuesday - Oct 13, 2026

મોરબીના રાજપર ગામે નાટકથી ગૌમાતા માટે એક જ રાતમાં રૂ.29 લાખનો ફાળો એકત્ર

મોરબીના રાજપર ગામે નાટકથી ગૌમાતા માટે એક જ રાતમાં રૂ.29 લાખનો ફાળો એકત્ર

ગયા વર્ષે નવરાત્રીમાં ગામની ગૌશાળા માટે નાટકમાં 25 લાખ જેવો ફાળો એકત્ર થયેલો

મોરબી :  આજના ઝડપી ઈન્ટરનેટ યુગમાં મૃતપાય થઈ રહેલી જૂની ભવાઈ નાટય કલા મોરબીના રાજપર ગામે આજીવિકા કે મનોરંજન માટે નહીં પણ ગૌસેવા માટે જીવંત રહી છે. જેમાં દર નવરાત્રીની જેમ મોરબીના રાજપર ગામના મુખ્ય ચોરામાં ગામની ગૌશાળાનું ફંડ એકત્ર કરવા ઐતિહાસિક જરાસંઘ વધ નામનું નાટક સામે હસ્ય કોમિક પણ ભજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નાટક નિહાળવા માટે હકડેઠઠ જનમેદની ઉમટી પડતા નાટકનું વિશાળ મેદાન પણ ટૂંકું પડ્યું હતું. ગામના શિક્ષિત યુવાનો તેમજ વેપારીઓ અને ઉધોગપતિઓ અને આગેવાનોએ કોઈપણ જાતની શરમ સંકોચ રાખ્યા વગર સ્ત્રીઓના પાત્રો પણ ભજવી જરાસંઘ વધની ઐતિહાસિક પુષ્ઠભૂમિને જીવંત કર્યો હતો.

મોરબીના રાજપર ગામે નાટકથી ગૌમાતા માટે એક જ રાતમાં રૂ.29 લાખનો ફાળો એકત્ર

બીમાર અંધ, અપંગ ગાયોની સેવા માટે દર વર્ષ નવરાત્રીએ યોજાઈ છે નાટયરૂપક

ગૌસેવા માટે ગામના રાજપર યુવક મંડળે ઐતિહાસિક નાટક જીવંત કરવામાં જીવ રેડી દેતા લોકોએ પણ ગૌસેવા માટે ઉદારહાથે દાનની સરવાણી વ્હાવતા એક જ રાતમાં ગામની ગાયોના નિભાવ માટે રૂ. 29 લાખથી પણ વધુ માતબર રકમનો ફાળો એકત્ર થયો હતો. આ બાબતે ગામના યુવક મંડળના કેશુભાઈ સનારીયાએ જણાવ્યું હતું કે, આશરે 20 વર્ષ પહેલાં ગામમાં ગૌશાળા બનાવવામાં આવી હતી. તેમાં માંદી, અંધ, અપંગ ગાયોની સેવા માટે દર વર્ષ નવરાત્રીએ નાટક યોજવાની પરંપરા આજે પણ જળવાયેલી છે. આ નાટક થકી એક રાતમાં ગૌસેવા માટે માતબર રકમનો ફાળો થાય છે. જેમાં ગયા વર્ષે નાટક થકી ગૌશાળા માટે એક રાતમાં 25 લાખનો ફાળો એકત્ર થયો હતો. તેના કરતાં આ વખતે 4 લાખ ફાળો વધ્યો છે. આ નાટકો ઉપરાંત પ્રસંગોપાત રાજપર યુવક મંડળ ઢોલ ત્રાંસા વગાડી, તેમાંથી એકત્ર થતી રકમમાંથી ગૌશાળાની 150 ગાયોની સેવા કરે છે.

મોરબીના રાજપર ગામે નાટકથી ગૌમાતા માટે એક જ રાતમાં રૂ.29 લાખનો ફાળો એકત્ર
મોરબીના રાજપર ગામે નાટકથી ગૌમાતા માટે એક જ રાતમાં રૂ.29 લાખનો ફાળો એકત્ર