તહેવારોમાં સખી મંડળની બહેનોને સ્વરોજગારીની તક અપાઈ
મોરબી : સખી મંડળની બહેનોને સ્વરોજગારીની તક મળી રહે અને તેમના દ્વારા તૈયાર કરવામાં આવતી ચીજવસ્તુઓના વેચાણને પ્રોત્સાહન મળે તે હેતુથી મોરબીના નવા બસ સ્ટેન્ડ અને જૂના બસ સ્ટેન્ડ ખાતે ગ્રામ હાટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આજે રવિવાર, તા. ૧૧ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, ગુજરાત આજીવિકા પ્રોત્સાહન કંપની લિમિટેડ, મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ગ્રામ હાટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મોરબી તાલુકા પંચાયતનાં પ્રમુખ તુલશીબેન કેતનભાઈ મરવાણિયાના પ્રતિનિધિ કેતનભાઈ મરવાણિયા તથા તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ સંદીપભાઈ ગઢવીના હસ્તે આ ગ્રામ હાટ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા અને તાલુકા કક્ષાની ગ્રામીણ આજીવિકા મિશનની ટીમ ઉપસ્થિત રહી હતી. ગ્રામ હાટના માધ્યમથી સખી મંડળની બહેનોને પોતાની બનાવટોનું વેચાણ કરવા માટે બજાર ઉપલબ્ધ બનશે અને તેમની આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે.