વાંકાનેર : વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે રહેતા વસંતબેન મનોજભાઈ પરમાર નામના મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર એસિડ પી લેતા પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ સિવિલમાં સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.