Wednesday - Apr 22, 2026

વાંકનેર બાઉન્ડ્રી ટોલનાકા નજીક કન્ટેનર પાછળ અથડાતા બાઈક ચાલકનું મોત

વાંકનેર બાઉન્ડ્રી ટોલનાકા નજીક કન્ટેનર પાછળ અથડાતા બાઈક ચાલકનું મોત

વાંકાનેર : રાજકોટ - અમદાવાદ હાઇવે પર વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે ગત તા.13 ડિસેમ્બરના રોજ જીજે - 03 - સીજે - 7300 નંબરનું બાઈક લઈને પસાર થઈ રહેલા લેરસિંહ ભેરુસિંહ સીસોદીયા રહે.હાઉસિંગ બોર્ડ, દૂધસાગર રોડ, રાજકોટ નામના યુવકે ટોલનાકા પાસે વાહનોની લાંબી કતાર હોવા છતાં પુરપાટ ઝડપે પોતાનું બાઈક હંકારતા જીજે - 10 - ટીવાય - 3095 નંબરના કન્ટેનર ટ્રક પાછળ અથડાયો હતો.આ અકસ્માતમાં બાઈક ચાલક લેરસિંગને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.