Sunday - Apr 26, 2026

દોઢ વર્ષમાં જ પુલના કામમાં થયેલી ભયાનક ગંભીર ક્ષતિઓ ગાબડા રૂપે બહાર આવતા તંત્ર ઉધતુ ઝડપાયું

દોઢ વર્ષમાં જ પુલના કામમાં થયેલી ભયાનક ગંભીર ક્ષતિઓ ગાબડા રૂપે બહાર આવતા તંત્ર ઉધતુ ઝડપાયું

મોરબી- કંડલા બાયપાસ ઉપર જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ નદી ઉપર આશરે દોઢ વર્ષ પહેલા કરોડોના ખર્ચે નિર્માણ થયેલા નવા નકોર પુલમાં જાણે હલકી સામગ્રીનો ઉપયોગ થયો હોય એમ સંબધિત કોભાડીઓએ આચરેલા કૌભાંડને ઉજાગર કરતું ગાબડું પડ્યું હતું. આટલા ઓછા સમયગાળામાં પણ નવા પુલમાં આવડી મોટી ભયાનક ક્ષતિઓ બહાર આવતા જવાબદાર તંત્ર ઉધતુ ઝડપાયું છે.

નવા પુલમાં આજે ગાબડું પડવાથી જનહિત ઉપર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. નવા પુલમાં ક્યાં હિસ્સામાં ભંગાણ થયું અને હજુ વધુ કઈ જગ્યાએ ડેમેજ થવાની દહેશત છે ? તેમજ સમગ્ર પુલને જે તે વખતે સલામતીનો પરવાનો આપનાર જે તે જવાબદાર અધિકારી પણ શંકાના પરિઘમાં આવી ગયા હોય એ તમામની તપાસ થશે. પણ મહત્વની બાબત એ છે કે, શરૂઆતના ગાળામાં પુલની આવી ખરાબ હાલત થઈ હોય તો એ પુલનું લાંબા ગાળાનું ભવિષ્ય પણ જોખમ રૂપ ગણાય. આથી પુલમાં ગાબડું પડવાથી હાલ રાજકોટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવની ગંભીરતા ધ્યાને લઈ સાઈટ ઈજનેર અને જવાબદાર કોન્ટ્રાક્ટરને બનાવ સ્થળે દોડાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.