મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ ભાજપ પ્રશ્નો વિશ્વાસ જીતવા નીકળી પડ્યું હોય એમ શાસક પક્ષ દ્વારા વારંવાર ઢગલાબંધ રીતે યોજાતા વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ વચ્ચે સ્થાનિક પદાધિકારીની હાથીના દાત ચાવવાના જુદા અને દેખાડવા પણ જુદા એવી મેલી મુરાદ બહાર આવી છે. આથી મોરબીના સ્થાનિક કોંગી અગ્રણી મનોજભાઈ પનારાએ મોરબી જિલ્લામાં હમણાંથી જે જે કાંડ એટલે બે નંબરના ગોરખધંધા બહાર આવી રહ્યા હોય એની પાછળ શાસક પક્ષના નેતાની સીધી જ સંડોવણી બહાર આવતી દેખાય છે. જેમાં ઘુંટુ નજીક કેનાલમાં ઝેરી કેમિકલ ભરેલું ટેન્કર ઠાલવી દીધું હોવા પોલીસે કે પ્રદુષણ વિભાગે કોઈ કાર્યવાહી કરી નથી. આ ઘટના એકદમ જન આરોગ્ય સાથે ચેડાં કરવાની ગંભીર બાબત હોવા છતાં તંત્ર, અને પોલીસ મોટા માથાઓને બચાવવા ખેલ પાડી દીધો છે.
મોરબી જિલ્લા કોંગ્રેસે કલેકટરને આવેદન આપીને કેમિકલ તેમજ રંગપર નજીક 2 હજાર કરોડના નશીલા દ્રવ્યો પકડાયા એમાં સ્થાનિક એક પદાધિકારીના સબધીની સંડોવણી ખૂલીને સામે આવી છે.કારણ કે આવડા મોટા નશીલા પ્રદાર્થ વેચવાનું કૌભાંડ રાજકીય વગ વગર ચાલે જ નહીં. આવડું મોટું ટોલનાકુ સરકાર કે જે તે તંત્રની મિલી ભગત વગર થોડું ચાલે ? તે દેખીતી વાત છે. મનોજભાઇએ જણાવ્યું હતું કે, આ બન્ને બાબત એકદમ ગંભીર છે. કારણ કે તેમાં વિશાળ જનહિત સમાયેલું છે. ઘુંટુ નજીક કેનાલમાં ફેકટરીનું ઝેરી કેમિકલ ભરેલું ટેન્કર ઠાલવી દીધા બાદ ગ્રામજનોએ પકડી પાડ્યું પણ ટેન્કર ઠકવવા આવેલા એક શખ્સે ગ્રામજનો સાથે આ કેમિકલ ભરેલું ટેન્કર ધારાસભ્યના સાલાનું હોવાનું કહ્યું અને આ શખ્સ એ પદાધિકારી સાથે ફોનમાં વાત કરતો હોવા છતાં આ ગંભીર મામલે જીપીસીબી અને પોલીસ તંત્રએ કોઈ કાર્યવાહી ન કરી એ બાબત ઘણી જ શંકાપ્રેરક છે.દરમિયાન રંગપર નજીક પણ ગોડાઉનમાં 2 હજાર કરોડના નશીલા દ્રવ્યો પકડાયાની ઘટનામાં તે જ નેતાનો છૂપો આર્શીવાદ બહાર આવ્યો હતો. એટલે આ બન્ને ગંભીર પ્રકરણ ઉપર હાલ તો ભીનું સંકેલી લેવાયું છે.
કેમિકલ પ્રકરણમાં હજુ પણ રિપોર્ટ ઉચ્ચ અધિકારીને મોકલ્યો હોવાનું રટણ
કેમિકલ પ્રકરણમાં જીપીસીબીની ગંભીર બાબત સામે આવી છે. શરૂઆતથી રિપોર્ટ આવ્યા પછી જ કાર્યવાહી કરવાનું રટણ કરતું સ્થાનિક જીપીસીબી તંત્રએ હજુ પણ રિપોર્ટ આવ્યો છે અને એ રિપોર્ટ સાથેનો અહેવાલ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને મોકલ્યો છે. એ રિપોર્ટમાં જે આદેશ આવશે એ .મુજબ કાર્યવાહી કરશે તેવું જણાવ્યું હતું. પણ કયું કેમિકલ અને એ કેમિકલ પણીમાં ભળવાથી જમીનની કેટલી હદે ફળદ્રુપતા નષ્ટ થાય અને માનવ માટે કેટલું હાનિકારક એ જાણવા છતાં અધિકારીએ યોગ્ય જવાબ આપ્યો ન હતો.
જનરલ સ્ટોરમાં પણ નશાકારક કોઈપણ વસ્તુ મળે છે
કોંગી અગ્રણી મનોજ પનારાએ કહ્યું હતું કે, મોરબી જેવા શાંત અને સંસ્કારી નગર તરીકે ઓળખાતા આ શહેરમાંથી 2 કરોડના નશીલા દ્રવ્યો પકડવા એ ગંભીર પ્રકારની ચેતવણી છે. મોરબીમાં પણ આવો નશાનો કાળો કારોબાર ઘણા સમયથી ચાલે છે અને શહેરના યુવાધનને બરબાદ કરવા માટે મેડિકલ, જનરલ, પાન-માવાની દુકાને સહિત શેરીએ ગલીએ પાવડર, ગોળી કે, અલગ અલગ રીતે નશાકારક વસ્તુઓ વેચાય છે.