Saturday - May 18, 2024

મોરબીમાં લોકોની સુરક્ષા સાથે કોઈની અમૂલ્ય જિંદગી બચાવવા માટે પોલીસે યોજ્યો મેગા બ્લડ ડોનેશન કેમ્પ

મોરબીમાં લોકોની સુરક્ષા સાથે કોઈની અમૂલ્ય જિંદગી બચાવવા માટે પોલીસે યોજ્યો મેગા બ્લડ ડોનેશન કેમ્પ

મોરબીમાં લોકોની સુરક્ષા સાથે કોઈની અમૂલ્ય જિંદગી બચાવવા માટે સમસ્ત પોલીસ બેડા દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ મોટી સંખ્યામાં રક્તદાન કરી સિવિલ હોસ્પિટલના ગરીબ દર્દીઓને જીવ બચાવવા માટે અર્પણ કર્યું હતું.

મોરબીની સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓનો જીવ બચાવવા માટે રાત દિવસ જોયા વગર અને લોકોની સુરક્ષા માટે ખડેપગે રહેતા સમસ્ત મોરબી જિલ્લા પોલીસ દળ દ્વારા મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી નાકે એસપી ઓફીસ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા રક્તદાન કેમ્પ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો, પોલીસની આલગ અલગ શાખા સહિત પોલીસ ખાતાના તમામ અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડ, જીઆરડી મોટી સંખ્યા રક્તદાન કર્યું હતું અને સિવિલ હોસ્પિટલના દર્દીઓના જીવ બચાવવા માટે આ રક્તદાનનો ઉપયોગ કરાશે તેવું એસપી રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું.