Thursday - Aug 20, 2026

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ અને બાળકો ઉપર હિંસાચાર મામલે મોરબીમાં આવેદન અપાયું

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ અને બાળકો ઉપર હિંસાચાર મામલે મોરબીમાં આવેદન અપાયું

 ભારતના એક ક્ષેત્ર એટલે પશ્ચિમ બંગાળમાં કોઈને કોઈ મામલે મહિલાઓ અને બાળકો ઉપર અત્યાચારોની ઘટના વધી રહી છે. મહિલાઓ, બાળકો તેમજ અધિકારીઓ ઉપર પણ હુમલાઓની ઘટનાથી પશ્ચિમ બંગાળમાં સરકાર અને પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષફળ ગયું હોવાનું પુરવાર કરે છે. આથી ડો. હેડગેવાર સ્મારક સમિતિ -મોરબી અને મહિલા સમન્વય મોરબીએ કલેકટર મારફત રાષ્ટ્રપતિ સહિત ઉચ્ચકક્ષાએ રજુઆત કરી પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સહિત કોઈ સુરક્ષિત ન હોય આવી હિંસાની ઘટનાઓને સખત શબ્દોમાં વખોડી કાઢી તમામ હુમલાખોરો સામે કડકમાં કડક એક્શન લેવાની માંગ કરી છે.