મોરબી પોલીસે રંગપર નજીકથી કફ શિરપની આડમાં નશાકારક સીરપનો ભારી માત્રામાં જથ્થો ઝડપાતા આ નશાના કાળા કારોબાર કરનાર આરોપીની પૂછતાછમાં તેણે વટાણાં વેરી નાખ્યા હતા તેની પાસેથી મળેલી માહિતીના આધારે ઝારખંડમાંથી સિરપનો જથ્થો ઝડપાયા બાદ હવે બિહારમાંથી પણ રૂ.1.75 કરોડનો નશાકર્ક સીરપનો જથ્થો ઝડપાયો હતો.
મોરબી પીઆઇ જાડેજાએ આપેલી માહિતિને આધારે બિહાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે મોટી કાર્યવાહી કરી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે પ્રતિબંધિત કફ સિરપ કોડીન ફોસ્ફેટની 90 હજાર બોટલો જપ્ત કરી છે. પ્રતિબંધિત કપને ટાઈલ્સના કાર્ટૂનમાં છુપાવીને ગુજરાતથી ત્રિપુરા થઈને બાંગ્લાદેશ મોકલવામાં આવતો હતો.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડાયરેક્ટર અભિષેક આનંદની આગેવાની હેઠળ બછવારા રેલવે સ્ટેશન પાસે ગુપ્ત બાતમીના આધારે રેલવે કન્ટેનરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. કફ સિરપનો જંગી જથ્થો જપ્ત કરાયો હતો. ઝોનલ ડિરેક્ટરે જણાવ્યું કે કફ સિરપની કિંમત 1.75 કરોડ રૂપિયા છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મોરબી પોલીસે આપેલી માહિતીના આધારે ઝારખંડમાં પણ રૂ.54 લાખનો સીરપનો જથ્થો સ્થાનિક પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.