Friday - Apr 24, 2026

વર્ષોથી દર ઉનાળે કાજરડામાં 60 ટકા પાણી ન મળતા આખો ઉનાળો બળબળતા તાપમાં એક બેડા પાણી માટે તરસ્તી મહિલાઓ.

વર્ષોથી દર ઉનાળે કાજરડામાં 60 ટકા પાણી ન મળતા આખો ઉનાળો બળબળતા તાપમાં એક બેડા પાણી માટે તરસ્તી મહિલાઓ.

દેશને આઝાદી મળ્યા બાદ જે પ્રમાણે ત્યારથી અત્યાર સુધીના લાંબા ગાળા દરમિયાન ગામડા નહિ  પણ કસમેક્સ તાલુકાઓનો એકસાથે વિકાસ થયો હોત તો આજે મોરબી જિલ્લાંના છેવાડા તાલુકા ગણાતા માળીયા તાલુકાની આવી કંગાળ હાલત ન હોત. માળીયા તાલુકાના કાજરડા ગામના એક જાગૃત નાગરિક કહે છે કે, તંત્ર, સરકાર, નેતાઓએ દરેક ચૂંટણી વખતે હથેડીમાં એવો સોનેરી ચાંદ દેખાડ્યા કે અમે મોટા સમુદાયના લોકો દરેક નાની મોટી ચૂંટણીમાં મગજથી નહિ પણ દિલથી કામ લઈ મત આપતા જ ગયા પણ ગામનો વિકાસ થાય છે કે નહીં એનું પાછું વળીને જોયું જ નહીં. એટલે આ આખો તાલુકો અવિકસિત બનીને રહી ગયો અને કાજરડા ગામેં એક એક બુંદ માટે જનતા તરસી રહી છે.

માળીયા તાલુકાના કાજરડા ગામના મહિલા સરપંચ આબેદાબેન કાજેડીયાએ જણાવ્યું હતું કે, માળીયા તાલુકો આખો આ અસુવિધાઓથી પીડાતો હોય અને ખાસ તો ઘણાં ગામમા પીવાનું પાણી માંડ મળતું હોય ત્યારે હરિભરી ખેતીની તો કલ્પના જ કરવી રહી છે. તેમનું ગામ આશરે 400 વર્ષ પુરાણું હોય અને સ્વંયભું આ ગામ હોય પણ સમસ્યાઓ હોવા છતાં આ ગામમાં 2011ની સરખામણીમાં 2600ની આસપાસ વસ્તી હોય અને હવે તો ગામમાં 5 હજારથી વધુની વસ્તી છે. ગામમાં વર્ષોથી પાણીનો સળગતો પ્રશ્ન છે. આ ગામમાં 5 હજારથી વધુ મણસો રહેતા હોય એની સામે દર વર્ષે પાણીનો પહાડ જેવો પ્રશ્ન હોવા છતાં એકેય વ્યક્તિએ ગામ છીડ્યું નથી. દર ઉનાળે 60 ટકા પાણીનો કાપ છે. ગામની દરેક મહિલાઓ દર વર્ષે બેડા સરઘસ કાઢે છે. એટલે દર ઉનાળે પાણીની કટોકટીના કારણે મહિલાઓએ કચ્છના રણની જેમ ભર તડકામાં અહીંયાથી ત્યાં ભટકવું પડે છે. પાણીની આવી ગંભીર સમસ્યા છતાં પણ ગામના લોકોએ એ  સમસ્યાથી ભાગીને નહિ પણ એનો સામનો કરીને મજૂરી કામ કરી પાણી, લાઈટ, રસ્તા, આંગણવાડી સાથેસાથે ખેતી માટે સિંચાઈનું પાણી,ગ્રામ પંચાયત કચેરી સહિતની સુવિધાઓ આપવાની માંગ કરી છે. 

વચ્ચેથી પાણી કપાઈ જાય છે

કાજરડા ગામના સરપંચ કહે છે કે, દર ઉનાળે જળ સંકટ સર્જતું હોય એનું મેઈન કારણ એ છે   અહીંના હાઇવેના સંપથી જે આ ગામમાં પાણી વિતરણ કરવામાં આવે છે કે, એમાં વચ્ચે જેટલા ગામોની વાળી, ખેતરો આવતા હોય એવા તમામ લોકો કાજરડા ગામની પીવાના પાણીની લાઈનમાંથી ભંગાણ કરીને ગેરકાયદે પાણી મેળવી લે છે. એના  કારણે અમે વર્ષોથી તરસ્યા રહી જાય છીએ.