Saturday - Apr 25, 2026

મોરબી જિલ્લાનું ખાખરાળામાં 2500ની વસ્તીમાં 90 ટકા જેવું ઉચ્ચતમ શિક્ષણ

મોરબી જિલ્લાનું ખાખરાળામાં 2500ની વસ્તીમાં 90 ટકા જેવું ઉચ્ચતમ શિક્ષણ

સૌરાષ્ટ્ર-ગુજરાતની સાથે દેશ અને વિદેશમ પણ સીરામીક ઉદ્યોગની ખુમારીથી જાણીતા મોરબી શહેર કે તાલુકા અને જિલ્લા કક્ષાએ જ નહીં પણ સરેરાશ રીતે ગ્રામ્ય વિસ્તારોની વાસ્તવિક સ્થિતિ કેવી  છે ? તેનો ગાઉન્ડ જીરો રીપોર્ટ કરીને આજના ઈન્ટરનેટ યુગમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં શુદ્ધ આબોહવા અને પ્રકૃતિની તળાવ સાથેની હળયાળી ક્રાંતિ જળવાઇ કે વિકાસની આડમાં ગામડા ભાગી પડ્યા તેની દિવ્ય ભાસ્કર દ્વારા ચાલતી ઝુંબેશમાં કોઈને કોઈ ગામે મહત્વની કમીઓ નજર સમક્ષ આવી હતી અને ગામે ગામે જીરું ગ્રાઉન્ડ રિપોર્ટથી ખામીઓ, ખૂબીઓ ઉજાગર કરી  સવિસ્તાર સાથે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ કરતા જે તે જવાબદારોની ગ્રાન્ટ મળી છતાં કાગળ ઉપર સુવિધા દર્શાવી માલામાલ બની ગયાની પોલ ખુલે છે. ત્યારે વધુ એક ગામમાં કોલસાની રજકણોના પ્રદુષણનો ગંભીર મામલો સામે આવ્યો છે.

મોરબીના ખાખરાળા ગામે સરપંચ સવશેટાના કહેવા મુજબ વર્ષોથી આ ગામ અસ્તિત્વ ધરાવતું હોય રાજાશાહી પછી લોકશાહીમાં ધીરેધીરે પણ શહેર કરતા તો તેમના ગામને સારી સુવિધાઓ મળી છે. જેમાં ગામની વસ્તી અંદાજે 2500ની આસપાસ હોય પણ એમાંથી અજના ઘણા આશરે 40 ટકા જેટલાં યુવાનો મોરબી જઈને સીરામીક સહિતના ઉદ્યોગ ધંધા સંકળાયેલા છે. આ ગામની દરેક શેરી અને એકબીજા ગામના રોડની સ્થિતિ એવી ખરાબ છે કે, એક ખાડો શોધો તો એક હજાર ખાડા મળે એમ દરેક માર્ગ ઉપર ક્યાંક ને ક્યાંક રોડ રસ્તા સારા ન હોવાનું દેખાઈ છે. જો કે અમુક હાઇવેને જોડતા માર્ગો એકદમ સારા છે. નવલખી બંદરેથી કોલસાનું પરિવહન થતું હોય તેમના ગામમાં ભારેખમ ટ્રાફિક રહે છે. કોલસા ભરેલા વાહનો નીકળતા હોય કોલસાની કાળી રજકણોનું ભારે પુદુષણ રહે છે. જ્યારે ગામમાં લાઈટ છે. પણ ગટર ન હતી. એટલે હમણાંથી જ ગટરનું કામ શરૂ થયું છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શિક્ષણ વ્યવસ્થા પણ સર્વોત્તમ છે. ગામમાં 90 ટકા જેટલો શિક્ષિત વર્ગ છે.