Sunday - Aug 16, 2026

મોરબીના ખારચીયા ગામે કુવામાં ડૂબી જવાથી તરુણનું કરૂણ મોત

મોરબીના ખારચીયા ગામે કુવામાં ડૂબી જવાથી તરુણનું કરૂણ મોત

મોરબી : મોરબી જિલ્લામાં ચોમાસાની સીઝનમાં વરસાદ બાદ મોટાભાગના નદી-નાળા અને કુવાઓમાં નવા નીરની આવકથી પાણીનું સ્તર વધ્યું છે ત્યારે મોરબી તાલુકાના ખારચીયા ગામની સીમમાં કુવામાં ન્હાવા પડેલા સગીરનું મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.

મોરબી તાલુકાના ખરચીયા ગામની સીમમાં ગઈકાલે સાંજના સમયે વેદ નિલેશભાઇ બોપલીયા ઉ.15 નામનો સગીર કુવામાં ન્હાવા પડતા કૂવાના ઊંડા પાણીમાં ગરક થઇ જતા પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.