Wednesday - Sep 30, 2026

મોરબીના મકનસર ગામે યુવાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

મોરબીના મકનસર ગામે યુવાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

મોરબી : મોરબીના મકાનસર ગામે રહેતા યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધાની ઘટના સામે આવી છે. આ બનાવની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકાનસર ગામે રહેતા અજયભાઈ મેરૂભાઈ સનુરા (ઉ.વ.44) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર હતો ત્યારે કોઈપણ કારણોસર પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ ધર્મેશભાઈ સનુરા તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આપઘાતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.