અયોધ્યામાં 500 વર્ષના લાંબા ગાળા બાદ સમસ્ત હિન્દૂ સનાતન ધર્મના રક્ષક એવા ભગવાન શ્રીરામ બિરાજમાન થતા હવે દેશભરમાંથી ભગવાન રામના દર્શન માટે મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી રહ્યા હોય ત્યારે ગુજરાતના અને સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના લોકોને અયોધ્યા દર્શન માટે ગયા બાદ રહેવા તેમજ જમવા સહિતની સુવિધાઓ ઉભી કરવા માટે દાન એકત્ર કરવા મોરબી ખાતે આગામી સમયમાં બીજી મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
અયોધ્યામાં ભગવાન રામચંદ્ર બિરાજમાન થતા મોરબી સહિત સૌરાષ્ટ્રના પાટીદાર સમાંજનાં બધા માણસો એક વખત અવશ્ય દર્શન કરવા જવાના છે. તેથી આ પાટીદાર સમાજને અયોધ્યામાં દર્શન કરતી વખતે ત્યાં રહેવા અને જમવાની કોઈ તકલીફ ન પડે તેનો પાટીદાર સમાજના આગેવાનોએ ઉકેલ લાવી અયોધ્યામાં એક સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજનો ભવન બનાવવાનું નક્કી કર્યું છે. જેમાં અયોધ્યા ખાતે પાટીદાર સમજનો ભવન બનાવી સમાજના યાત્રાળુઓને રહેવા તેંન્જ જમવા સહિતની તમામ સવલત ઉભી કરાશે. આ માટે જમીન લેવાની હોય તેનો ફાળો એકત્ર કરવા થોડા સમય એક મહાસભા યોજી હતી. પણ લગ્નની સીઝન હોવાથી ધાર્યા કરતાં ઓછું ફંડ એકત્ર થયું હોય હજુ વધુ ફંડ એકત્ર કરવા ૧૫ માર્ચનાં રોજ રાત્રે ૮.૩૦ કલાકે બીજી મહાસભા બાપા સીતારામ ચોક રવાપર રોડ ,નરસંગ ટેકરીની બાજુમાં યોજાશે જેમાં ગુજરાતનાં પ્રખ્યાત હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા હાસ્યનું હુલ્લડ પ્રસ્તુત કરશે અને પાટીદાર સમાજને હજુ પણ વધુ દાન દેવા પાટીદાર સમાજના અગ્રણી એ. કે.ઠોરિયાએ અપીલ કરી છે.