Sunday - Aug 16, 2026

વાડીથી તલ ખાધા બાદ માસૂમ બાળકનું મોત : બાળકના મોતમાં કોઈપણ પ્રકારના કાવાદાવા ન હોવાનો પોલીસનો સ્પષ્ટ અભિપ્રાય

વાડીથી તલ ખાધા બાદ માસૂમ બાળકનું મોત : બાળકના મોતમાં  કોઈપણ પ્રકારના કાવાદાવા ન હોવાનો પોલીસનો સ્પષ્ટ અભિપ્રાય

મોરબીના માનસર ગામે રહેતા ખેત શ્રમિક પરિવાર ઉપર મોટી ઘાત ત્રાટકી હતી. જેમાં આ પરિવારના સાત વર્ષીય માસૂમ બાળકને વાડીના રસ્તેથી મળેલા તલ ખાધા બાદ તેનું કરુણ મોત નીપજ્યું હતું. બાદમાં પોલીસે પીએમ કરાવતા એ તલ પોઇઝન એટલે ઝેરી છટકાવ કરેલા હોય બાળકે આવા તલ ખાવાથી ઝેરી અસર થતા મોત થયાનું અને આ ઘટના પાછળ કોઈનો  પણ મેલી મુરાદનો મનસુબો હાલના તબબકે બહાર આવ્યો નથી.

મોરબી તાલુકાના માનસર ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતા કુલદીપ મહેશભાઇ ભાભર ઉ.વ 7 નામના બાળકે સફેદ તલ ખાધા બાદ ઉલ્ટી શરૂ થતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકના જમાદાર ફિરોજભાઈએ જણાવ્યું હતું કે, આ માસૂમ બાળકનો પરિવાર અને તેના ભાઈ બહેનો તેમજ અન્ય ખેત શ્રમિકોના બાળકો એ દિવસે તેમના પિતાએ જ્યાં વાડીનું કામ રાખેલું ત્યાં જ રમતા હોય ત્યારે વાડીના રસ્તે રમતા રમતા આ બાળકોને એક તલનો જથ્થો મળ્યો હતો. તલ તો ખાઈ શકાય એમ હોય નિર્દોષ ભાવે આ બાળક કુલદીપએ તલ ખાધા હતા. પણ એ બાળકને ત્યારે ક્યાં ખબર હતી કે વાડી પાસે ગમે તે વસ્તુ હોય એ ઝેરી દવા છટકાવ કરેલી હોય કારણ કે જીવાતથી બચાવવા આ દવા છાટવી ફરજીયાત હોય એટલે આવા તલ ખાતા ઝેરી અસર થવાથી બાળકનું મોત થયાનું પણ.પીએમ રિપોર્ટમાં બહાર આવ્યું છે અને હજુ આ મામલે આગળ તપાસ ચાલુ છે તેમ તેઓએ જણાવ્યું હતું.