Saturday - Apr 25, 2026

મોટો ધડાકો: મોરબીમાંથી પકડાયેલ નસીલી સિરપ કાંડનો તાર બાંગલાદેશ સુધી જોડાય તેવા સંકેત

મોટો ધડાકો: મોરબીમાંથી પકડાયેલ નસીલી સિરપ કાંડનો તાર બાંગલાદેશ સુધી જોડાય તેવા સંકેત

મોરબી નજીકના રંગપર ગામે આવેલા ગોડાઉનમાંથી નસીલી સિરપની ૪૫૦ પેટી જથ્થો પકડવામાં આવેલ હતી અને આ સિરપની બોટલોને બહારથી મંગાવીને ટાઇલ્સના બોક્સમાં તેનું રિપેકિંગ કરીને મોકલાવવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને પોલીસે મુખ્ય સૂત્રધાર રવિ કંડીયાની ધરપકડ કરીને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરી છે અને પ્રાથમિઉક તપાસમાં અગાઉ મોરબી મોકલાવવામાં આવેલ નસીલી સિરપની બોટલોને સિરામિક ટાઈલ્સની આડમાં બાંગલાદેશ સુધી પહોચડવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે જેથી કરીને આંતરરાષ્ટ્રીય લેવલે નશાના કારોબારનો પર્દાફાશ થાય તેવા સંકેત મળી રહ્યા છે