મોરબીનું એક એવું ગામ કે જ્યાં ટોટલી એટલે બધી જ સુવિધાઓ હોવા છતાં અંદાજીત 40 ટકા યુવાનોએ સીરામીકમાં હજારો લાખો કમાવવા માટે હિજરત કરી છે. એટલે ગામની વસ્તી ઘટી છે. પણ ખેતીની ફળદ્રુપતા જરાય ઘટી નથી. આજે પણ મચ્છુ કેનાલનું પાણી મળતું હોવાથી બારેમાસ ગામની ખેતી હરિભરી રહે છે તેમજ આસપાસમાં પ્રદુષણનો પ્રશ્ન ન હોવાથી ગામના જન આરોગ્ય સાથે ચેડાં થાય એવી કોઈ ગંભીર બાબત ધ્યાને આવી નથી.
મોરબીના માનસર ગામના સરપંચ કહે છે કે, વર્ષો પુરાણું આ ગામ હોય એના ઇતિહાસની તો ચોક્કસ ખબર નથી. પણ આ ગામમાં ઘણા બધા અત્યારના વૃદ્ધો જુના સંસ્મરણો યાદ કરતા કહે છે કે, આમરા સાત પેઢી પણ ઉપરથી પૂર્વજો વસવાટ કરતા હોય એટલે આ ગામ ઘણું જ જૂનું હોય અને અત્યારે 1500ની આસપાસ વસ્તી હોય પણ તેમાંથી 40 ટકા યુવાનો મોરબી જઈને સીરામિક સાથે જોડાયને વસ્યા હોય આ યુવાનોમાં ઘણા બધા સીરામીકમાં પોતાનું ઉજળું ભવિષ્ય નિખારી રહ્યા છે. જો કે ગામમાં સુવિધાઓ અને સમસ્યાઓ મામલે ફિફટી ફિફટી જેવી સ્થિતિ છે. મોટી ઉંમરના ગામલોકો ખેતી અને પશુપાલન ઉપર નભે છે. ગામના દરેક રોડ એકદમ મજબૂત તેમજ આ ગામને જોડતા બીજા ઘણા ગામોના રસ્તા ખરાબ છે. એટલે વર્ષોથી અનેક ગામોને જોડતા રોડ તૂટી ગયા હોય આ રોડ બનાવવા તેમજ વનાળિયાથી આ ગામને જોડતા રસ્તા પર પુલિયાની જરૂર હોય પણ પુળિયું બનાવવામાં આવ્યું ન હોવાથી આ ગામ દર ચોમાસે વિખૂટું પડી જાય છે. મચ્છુનું પાણી આવતું હોય ખેતીમાં સારી ઉપજ મળે છે. ગામમાં દવાખાનું છે. પણ ડોકટર કે જરૂરી સ્ટાફ જ ન હોવાથી આ દવાખાનું બંધ રહે છે. આ ગામમાં આરોગ્ય સુવિધા જ ન હોવાથી ઇમરજન્સી સમયે ગામ મુશ્કેલીઓ મુકાય જાય છે.