Saturday - May 18, 2024

દંપતી વચ્ચેનાં ઝઘડામા રિસામણાંની વાત આવતા પતિએ પત્નીને બદલે બધો જ ગુસ્સો પુત્ર ઉપર ઠાલવ્યો

દંપતી વચ્ચેનાં ઝઘડામા રિસામણાંની વાત આવતા પતિએ પત્નીને બદલે બધો જ ગુસ્સો પુત્ર ઉપર ઠાલવ્યો

હળવદ તાલુકાના ટિકર રણની ઢસી નજીક સગા સંબંધીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જવા મામલે બન્ને પતિ પત્ની વચ્ચે થયેલી જીભાજોડીનો એટલી હદે ખૂની અંજામ આવ્યો હતો કે, આસપાસના લોકો અને પોલીસ જ નહીં પણ સમગ્ર જિલ્લો આઘાતથી સ્તબ્ધ થઈ ગયો હતી. પત્ની સાથે ઝઘડા થતો પત્નીએ પુત્ર સાથે રિસામણે જવાની વાત કરતા ભારે ગુસ્સે ભરાયેલા પતિએ પોતાના જ કાળજાના કટકા સમાન માસૂમ પુત્રને જોરદાર રીતે પટકી દેતા આ બાળકનું કરુણ મોત થતા અંતે આ બનાવ અંગે પત્નીની ફરિયાદને આધારે પતિ વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.

હળવદ તાલુકાના ટીકર રણની ઢસી વિસ્તારમાં રહેતા મૂળ ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામના વતની અસગરભાઈ અનવરભાઈ માણેક અને તેમના પત્ની અમીનાબેન અસગરભાઈ માણેક વચ્ચે સગા સંબંધીના લગ્નમાં પ્રસંગમાં જવા મામલે ડખ્ખો થયો હતો. આ વાત જાણે એમ હતી કે, પત્નીને કોઈના લગ્ન પ્રસંગમાં પુત્ર સાથે જવાનું હોય ત્યારે તેમના પતિએ એ લગ્ન પ્રસંગ ભલે તું જા પણ કોઈની સાથે બેસવાનું નથી તેવું કહી ઝઘડો કરી મૂંઢ માર માર્યા બાદ અમીનાબેન તેમના પુત્રને લઈને પિયરમાં ચાલ્યા જવાની વાત કરતા પતિના મગજમાં એટલી હદે ખૂનન્સ સવાર થયું કે તે સારા નરસાનું વિવેકભાન ભૂલીને એના દિલો દીમાંગ ઉપર ક્રોધ સવાર થઈ જતા પિતા અસગરભાઈ અનવરભાઈ માણેકએ પોતાની પત્ની અમીનાબેનના હાથમાં રહેલ દોઢ વર્ષનું બાળક લઈને ભાગ્ય હતા પણ બહુ દૂર તો નહીં પણ તેમના ગામમાં માસૂમ પુત્રનો પાછળ ખેતરમાં જવાના રસ્તે ઘા કરીને જમીન પર પટકી દેતા એ બાળકનું ત્યાંજ પ્રાણ પ્રખરું ઉડી ગયું હતું.પોતાની સાથે ઝઘડાનો ખાર પુત્ર ઉપર ઉતારીને વહાલસોયા દીકરાનું નખ્ખોદ કાઢનાર હેવાન જેવા પતિ સામે પુત્રની હત્યા કર્યાની પત્નીએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.