Saturday - Apr 25, 2026

વઘું એક ગામ વરસાદ આધારિત ખેતીને કારણે ગામના લીલાછમ હર્યાભર્યા ખેતરો ઉજ્જડ બન્યા

વઘું એક ગામ વરસાદ આધારિત ખેતીને કારણે ગામના લીલાછમ હર્યાભર્યા ખેતરો ઉજ્જડ બન્યા

દિવ્ય ભાસ્કરે શરૂ કરેલી ગ્રામ્ય વિસ્તારોની હાલતની મુહિમમાં ખાસ કરીને આજના કહેવાતા સ્માર્ટ યુગમાં છેવાડાના તાલુકાઓમાં પ્રભુકૃપા તો થઈ હોય પણ જવાબદાર તંત્ર અને સરકારના નેતાઓ માત્ર મત માટે જનતાને ભરમાવીને ઉઘા ચશમાં પહેરાવી દેતા હોવાની વરવી હકીકત સામે આવી છે. જેમાં મોરબી જિલ્લાનો આખે આખો માળીયા તાલુકો આઝાદીના આટલા વર્ષો પછી પણ નેતાઓ અને તંત્રની ઘોર ઉપેક્ષાની મેલી મુરદનો ભોગ બન્યો છે. માળીયા તાલુકામાં વિકાસ તો દીવો લઈને શોધવા જાવ તો પણ વિકસિતનો એક નાનો ટુકડો પણ ન મળે. માળીયા તાલુકામાં સિંચાઈનો વર્ષોથી પ્રશ્ન હોય ખેતી માટે પૂરતું પાણી ન મળતું હોય ત્યારે આજીવિકા ક્યાંથી મેળવવી ? એટલે માળીયાના અનેક ગામોની જેમ સોનગઢ ગામ પણ ખાલી થવાની આરે પહોંચી ગયું છે. જો કે આઝાદીના આટલા વર્ષો પછી પણ ખેતી માટે પાણી નહિ મળે તો આ ગામડાઓ ભાંગી પડશે અને એક દિવસ એવો આવશે કે, આવી ને આવી દશા રહી તો સમગ્ર માળીયા તાલુકો પણ બેપતા થઈ જશે.

વઘું એક ગામ વરસાદ આધારિત ખેતીને કારણે ગામના લીલાછમ હર્યાભર્યા ખેતરો ઉજ્જડ બન્યા

માળીયા તાલુકાના સોનગઢ ગામના મહિલા સરપંચના પતિ પ્રવીણભાઈએ જણાવ્યું છે કે,પહેલાં આ ગામ માળીયા શહેરનો હિસ્સો હતું પણ 74 વર્ષ પહેલાં આ ગામ નોખુ પડ્યું અને એ સમયે પ્રચલિત માન્યતાને કારણે આ ગામનું નામ સોનગઢ પડ્યું છે. પણ માળીયાના દરેક ગામની જેમ આ ગામની સમગ્ર ખેતી પણ વર્ષોથી  વરસાદ આધારિત છે. સારો વરસાદ પડે તો ગામના તમામ ખેતરો લીલાછમ હર્યાભર્યા બની રહે.જેથી દરેક ખેડૂતો લાપસીના અંધણ મૂકે પણ દર વખતે આવું થતું નથી. કારણ કે, માણસને અનુકૂળ હોય એ રીતે ક્યારેય પણ પ્રકૃતિમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ન થાય.એટલે વર્ષોથી ઘણીવાર વધુ કે ઓછો વરસાદ પડે તો ખેડૂતોને નફા કરતા નુકશાન થાય છે.ખેડૂતોએ અનેક લડત ચલાવતા નર્મદા કેનાલનું પાણી આ ગામની ખેતી સુધી ન પહોંચતા આજે પણ સૂકી ખેતી છે. આથી વર્ષોથી ગામનું ઉત્તરોતર શહેરીકરણ થતું રહ્યું છે. મોરબીમાં આવેલા લોકો સીરામીક કે અન્ય બિઝનેશમાં જોડાયને માલામાલ થઈ ગયા છે. જ્યારે સૌથી મોટી ગંભીર બાબત એ છે કે, હાલ 250ની વસ્તી હોય એમા મોટાભાગના મોટી ઉનરના હોવાથી બાળકોની સંખ્યા ઘટવાથી સરકારી શાળા બંધ થઈ ગઈ છે. જો કે આંગણવાડી ચાલુ છે. એવું તેઓએ કહ્યું છે.