Saturday - Apr 25, 2026

રીક્ષા ચાલકના પુત્રએ અભાવો વચ્ચે પણ શિક્ષણમા તેજસ્વીતા સાથે મોટી કંપનીમાં જોડાઈ પરિવારનો આધાર સ્તભ બન્યો

રીક્ષા ચાલકના પુત્રએ અભાવો વચ્ચે પણ શિક્ષણમા તેજસ્વીતા સાથે મોટી કંપનીમાં જોડાઈ પરિવારનો આધાર સ્તભ બન્યો

ઈશ્વરના અણમોલ સર્જન એવા માતા તો સંતાનો ઉપર અણધારી આફત આવે ત્યારે પોતાનો જીવ દેવા પણ અચકાતા નથી. તેની સામે બાપ એટલે પિતાની લાગણીનું મૂલ્યાંકન પણ ઓછું આંકી શકાય એમ નથી.પિતા પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કદાચ મોટી આર્થિક ક્ષમતા ન હોવા છતાં ગજા બજારનો ખર્ચો કરીને સંતાનોની જંદગી રોશન કરે છે. આવા જ એક મોરબીમાં બનેલા કિસ્સામાં રીક્ષા ચાલકની સામાન્ય આવક હોય એટલે આખો દિવસ રીક્ષા ચલાવી કાળી મજુરી કરે ત્યારે 500 રૂપિયા હાથ લાગે એમાં એને ઘરના બે છેડા ભેગા કરવાના હોય પણ આ રીક્ષા ચાલક પિતાએ કહેવાય છે ને કે ખરી રીતે પેટે પાટા બાંધી પુત્રને ભણાવવા પાછળ આ પિતાએ જાત ઘસી નાખી હોય તેમજ સામે પક્ષે પુત્રએ પણ ઘરની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે શિક્ષણને ચેલેન્જ રૂપે લઈ શરૂઆતથી ભણવામાં જ હોશિયાર બની ધો.10.12માં એ વન ગ્રેડ મેળવી તેમજ એન્જીનીયરના શિક્ષણમાં પણ ટોપર બનીને હવે એક કાબેલ સોફ્ટવેર એન્જીનીયર બની ગયો છે.

મીરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ ચામુંડાનગરમાં રહેતા 24 વર્ષીય મયુરભાઈ કાંતિભાઈ મકવાણા કહે છે કે, આજે શિક્ષિત થઈને હું જે પણ સમાજમાં મોભાદાર સ્થાન ભોગવું છું એમાં મારા પરિવારમાં માતા અને ખાસ એનાથી વિશેષ પિતા કાંતિભાઈની મારા પ્રત્યેની અતૂટ લાગણી અને મને દેશ તેમજ સમાજમાં સારા સંસ્કાર સાથે શિક્ષણ અપાવી આદર્શ નાગરિક તરીકેનું ચરિત્ર ચિત્રણ કરવાના લોહી જેવી આકરી મહેનત આભારી છે. જ્યાં સુધી મારી વાત છે તો હું એટલું જ કહીશ કે હું ભલે સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારમાં જન્મ્યો પણ મારા પપ્પાએ સામાન્ય આવક વચ્ચે પણ મારો પડ્યો બોલ જીલ્યો છે. મને એકેય વસ્તુની ખોટ સાલવા દીધી નથી. જો કે મારા પિતા ઘણા અભાવોને કારણે ભણી શકયા ન હોય એટલે દરેક માતાપિતાની એવી ઈચ્છા હોય કે એનો પુત્ર  ખૂબ ભણે અને આગળ વધે. પણ મારા પિતાએ નાનપણથી જ મારા ભણવા ઉપર ક્યારેય દબાણ કર્યું ન હતું. જો કે બધા માવતરની જેમ મારા પિતાની પણ સારું શિક્ષણ મેળવું એવી અપેક્ષા હતી. એટલે મારા પિતાની આર્થિક ક્ષમતા ખૂબ જ મર્યાદિત હોવા છતાં મને મોંઘી ખાનગી સ્કૂલમાં ભણાવી તેમજ એક્સ્ટ્રા ટ્યુશનનો પણ ખર્ચ ઉઠાવી એની સાથે મારી નાની બેન પણ ભણતી હોય તેમજ ઘરની જવાબદારી પણ નિભાવવાની હોય એ તમામ મોરચે લડતા જોઈને મને પણ પ્રેરણા મળતા મેં અભ્યાસમાં ખૂબ જ ધ્યાન અલતા ધો. 10, 12ની બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સિધ્ધિ મેળવતા મારા પિતાની આખો ભરાય આવી હતી. આગળ એન્જીનીયરનો અભ્યાસ માટે હું અમદાવાદ ગયા બાદ કોરોના કાળમાં ઉતાર ચડાવ આવતા અમુક બુક્સ ખરીદી ન શકતા મોબાઈલમાંથી ઓનલાઈન ભણી 2020ની સાલમાં એન્જીનીયર પૂરું કર્યું આથી મહેન્દ્રા કંપનીમાં જોડાઈને પરિવારને મદદરૂપ થવાનું શરૂ કર્યા બાદ હવે જર્મનીની કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે ઘરેબેઠા જોબ કરીને મહિને 80 હજાર રૂપિયા કમાઉ છું.

પિતા સ્વમાની હોવાથી હજુ પણ રીક્ષા ચલાવે છે

કાંતિભાઈએ કહ્યું કે, મારે એક દીકરો અને એક દીકરી છે. દીકરાએ તો શિક્ષણ પૂરું જરીને નોકરીએ લાગી ગયો પણ હજુ નાની દીકરી અમદાવાદ ભણે છે. એટલે આર્થિક ભીંસ ન પડે આમ પણ દરેકે જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી સંઘર્ષ એટલે કામ કરવું પડતું હોય છે અને દીકરાએ મારું સ્વપ્ન સાકાર કર્યું હોયથી મારા મનમાં એ ખુશી ફૂલીય સમાતી નથી. દીકરો સારું કમાય છે એટકે એ કહે છે કે પપ્પા હવે તમે ઘણી મહેનત કરી મને મારી એટલે પુત્ર તરીકેની ફરજ બજાવવા દો. દીકરાની વાત સાચી હોય પણ ઘરમાં કે બીજે ક્યાંય કોઈની ઇર્ષા કરવાને બદલે હું ભલો અને મારું રીક્ષા ડ્રાઈવીંગનું કામ ભલું.